સુરત(SURAT): આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ તા. 4 થી 10 માર્ચ દરમ્યાન 52માં રાષ્ટ્રીય સલામતી સપ્તાહ ઉજવવા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી છે. કર્મચારીઓ અને કામદારોની સુરક્ષાની કટિબધ્ધતાના ભાગ રૂપે AM/NS ઈન્ડિયા, “Our aim Zero harm” થીમ હેઠળ રાષ્ટ્રીય સલામતી સપ્તાહ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરશે.
રાષ્ટ્રીય સલામતી સપ્તાહનો પ્રારંભ શનિવારે ધ્વજ ફરકાવીને કરવામાં આવશે. એ પછી સેફટી નુક્કડનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમ્યાન AM/NS ઈન્ડિયાના કર્મચારીઓનો સલામતીની વિવિધ પ્રક્રિયાઓનું નિર્દેશન કરવામાં આવશે.
આ ઉપરાંત રાષ્ટ્રીય સલામતી સપ્તાહના ભાગરૂપે વ્યક્તિગત સુરક્ષા સાધનોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવશે. સમગ્ર સપ્તાહ દરમ્યાન ચાલનારા વિવિધ કાર્યક્રમોમાં “કૌન બનેગા સુરક્ષાપતિ” નામના ક્વિઝ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં સુરક્ષાનાં અનેક પાસાંઓ અંગે ક્વિઝના વિવિધ રાઉન્ડઝનું આયોજન કરાયું છે.
AM/NS ઈન્ડિયા અને ઈન્ડોનેશિયાના હેલ્થ એન્ડ સેફ્ટીના વડા શ્રી સારંગ મહાજન જણાવે છે કે, “AM/NS ઈન્ડિયામાં સલામતી એ સૌથી મહત્વપૂર્ણ મૂલ્ય છે, અને તે અમારા સમગ્ર ઓપરેશન થકી અમારા DNAમાં સમાવિષ્ટ છે. અમે અમારી તમામ સંચાલન કામગીરીઓમાં અમારા કામદારોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ અગ્રતા આપીએ છીએ. જે માટે અમે અત્યંત આકરી ચકાસણી પધ્ધતિઓ અમલમાં મુકી છે. અમે માનીએ છીએ કે સલામતી એ માત્ર પધ્ધતિ કે સાધનોનું પરિણામ નથી પણ તે વિવિધ ટેવો માંગી લે છે. અમે AM/NS ઈન્ડિયા સાથે સંકળાયેલા લોકોમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવવા માંગીએ છીએ. એ માટે અમે સલામતી સપ્તાહ દરમ્યાન વિવિધ સમારંભોનુ આયોજન કર્યુ છે. જે અમને સલામતી હાંસલ કરવામાં સહાયક બનશે.”
એક અઠવાડીયુ ચાલનારા રાષ્ટ્રીય સલામતી સપ્તાહને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં કામદારો અને કર્મચારીઓને આવરી શકાય તે માટે વિવિધ એક્સટેમપોર એલએસજીઆર (લાઈફ સેવિંગ ગોલ્ડન રૂલ્સ) ‘જોખમ દર્શાવો’ સેશન્સનું આયોજન કર્યુ છે. જેમાં નિષ્ણાંતો સલામતી અને આરોગ્ય અંગેનાં વિવિધ પગલાં અંગે જાણકારી આપશે. સેફટી સ્કીટસ, સેફટી પોસ્ટર સ્પર્ધા, સેફટી સ્લોગન સ્પર્ધા અને સલામતી અંગે કવિતા સ્પર્ધાનું પણ આયોજન કરાયુ છે.
સલામતી અંગેની જાગૃતિમાં વધારો કરવા અને સલામતી અને આરોગ્ય અંગેના વાતાવરણને પ્રોત્સાહન માટે ભારતમાં રાષ્ટ્રીય સલામતી સપ્તાહ તા.4 થી 10 માર્ચ દરમ્યાન મનાવવામાં આવે છે. આ સપ્તાહ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ કામકાજના સ્થળે આરોગ્ય અને સલામતીને જોખમરૂપ વિવિધ બાબતોની જાણકારી આપીને તેવી પરિસ્થિતિ કઈ રીતે ટાળવી તે અંગે માહિતગાર કરવાનો છે.
આર્સેલર મિત્તલ વિશે માહિતી…
આર્સેલર મિત્તલ એ વિશ્વની અગ્રણી સ્ટીલ અને ખાણકામ કંપની છે, જે 60 દેશોમાં હાજરી ધરાવે છે અને 16 દેશોમાં પ્રાથમિક સ્ટીલ નિર્માણ સુવિધાઓ ધરાવે છે. 2021 માં આર્સેલર મિત્તલની આવક $76.6 બિલિયન અને ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 69.1 મિલિયન મેટ્રિક ટન હતું, જ્યારે આયર્ન ઓરનું ઉત્પાદન 50.9 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચ્યું હતું. અમારો હેતુ હંમેશા વધુ સ્માર્ટ સ્ટીલ્સનું ઉત્પાદન કરવાનો છે જે લોકો અને ગ્રહ માટે સકારાત્મક લાભ ધરાવે છે. નવીન પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને બનાવેલ સ્ટીલ્સ જે ઓછી ઉર્જા વાપરે છે, નોંધપાત્ર રીતે ઓછા કાર્બનનું ઉત્સર્જન કરે છે અને ખર્ચ ઘટાડે છે. સ્ટીલ્સ કે જે સ્વચ્છ, મજબૂત અને ફરીથી વાપરી શકાય તેવી છે. ઈલેક્ટ્રિક વાહનો માટે સ્ટીલ્સ અને રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આ સદીમાં પરિવર્તન કરતી વખતે સોસાયટીઓને ટેકો આપશે. અમારા મૂળમાં સ્ટીલ સાથે, અમારા સંશોધનાત્મક લોકો અને હૃદયમાં એક ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ સાથે, અમે તે પરિવર્તન કરવામાં વિશ્વને સમર્થન આપીશું. આ તે છે જે અમે માનીએ છીએ કે તે ભવિષ્યની સ્ટીલ કંપની બનવાની જરૂર છે. આર્સેલર મિત્તલ ન્યૂ યોર્ક (MT), એમ્સ્ટરડેમ (MT), પેરિસ (MT), લક્ઝમબર્ગ (MT) અને બાર્સેલોના, બિલબાઓ, મેડ્રિડ અને વેલેન્સિયા (MTS) ના સ્પેનિશ સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ છે.
નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન વિશે માહિતી…
નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન એ જાપાનની સૌથી મોટી અને 15 થી વધુ દેશોમાં મૂલ્ય વર્ધિત સ્ટીલ ઉત્પાદનોની વિશાળ શ્રેણી સાથે વિશ્વની અગ્રણી સંકલિત સ્ટીલ ઉત્પાદકોમાંની એક છે. નિપ્પોન સ્ટીલમાં ચાર બિઝનેસ સેગમેન્ટ્સ છે: સ્ટીલમેકિંગ અને સ્ટીલ ફેબ્રિકેશન, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન, કેમિકલ્સ અને મટિરિયલ્સ અને સિસ્ટમ સોલ્યુશન્સ. નિપ્પોન સ્ટીલ વિશ્વની અગ્રણી તકનીકો અને ઉત્પાદન ક્ષમતાઓને અનુસરશે અને ઉત્તમ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરીને સમાજમાં યોગદાન આપશે. વર્તમાન અને ભવિષ્યમાં “વિશ્વની અગ્રણી ક્ષમતાઓ સાથે શ્રેષ્ઠ સ્ટીલ નિર્માતા” બનવા માટે સતત વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે, નિપ્પોન સ્ટીલે મધ્યમથી લાંબા ગાળાની વ્યવસ્થાપન યોજના અપનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.