સુરતમાં 13 વર્ષની કિશોરીનું કરંટ લાગતા કરુણ મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

13 year girl died in surat: સુરતમાં કરંટ લાગતા વધુ એક 13 વર્ષીય કિશોરીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જે વાલીઓ માટે એક…

13 year girl died in surat: સુરતમાં કરંટ લાગતા વધુ એક 13 વર્ષીય કિશોરીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જે વાલીઓ માટે એક લાલ બત્તી(13 year girl died in surat) સમાન કિસ્સો બન્યો છે. ઝાડ પરથી લોખંડના સળિયાથી બદામ પાડવા જતા ઉપરથી પસાર થતી હાઈટેનશન લાઇનને લોખંડના સળીયો અડી જતા આ કિશોરીને કરંટ લાગ્યો હતો.

પરિવાર નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતું હતું
મળતી માહિતી અનુસાર, મૂળ દાહોદનો શ્રમિક પરિવાર 4 મહિના પહેલા મજૂરી કામ અર્થે સુરતમાં આવ્યો હતો. પરતિભાઇ પરિવારના પત્ની અને 6 સંતાનો સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલી ગણેશનગરમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા અને ત્યાં જ રહેતા હતા. તેમની ત્રીજા નંબરની 13 વર્ષીય દીકરી સકીના હતી.

દીકરીને કરંટ લાગત ગંભીર રીતે દાઝી ગઈ
ગત તારીખ 20 જૂનના રોજ પરિવાર કામ પર હતું અને સકીના પહેલા માળેથી નજીકમાં જ આવેલા ઝાડ પરથી લોખંડના સળિયા વડે બદામ પાડી રહી હતી. આ દરમિયાન લોખંડનો સળિયો ઉપરથી પસાર થતી હાઈટેન્શન લાઈનને અડી ગયો હતો. જેથી સકીનાને કરંટ લાગ્યો હતો અને તે ગંભીર રીતે દાઝી ચુકી હતી.

આઠ દિવસ બાદ કિશોરી મોતને ભેટી
ગંભીર રીતે દાઝી ગયેલી સકીનાને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કિશોરી 50 ટકા જેટલીતો દાઝી ગઈ હતી અને ગંભીર હાલતમાં હતી. કિશોરી મોત સામે આઠ દિવસ લડી ત્યારપછી તેણે દમ તોડી દીધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *