તીરંદાજીમાં રેકોર્ડ બનાવનારી ચેન્નઈની પાંચ વર્ષની બાળકી એ એવો રેકોર્ડ બન્વાયો છે કે જે વ્યાવસાયિક ખેલાડીઓ બનાવી શક્યા નથી. 5 વર્ષીય સંજનાએ માત્ર 13 મિનિટમાં 111 તીર ચલાવ્યાં.
સંજના આ દુનિયાની એકમાત્ર એવી છોકરી છે કે જેમણે માત્ર 13 મિનિટમાં 111 તીર માર્યા. એટલું જ નહીં, આ દરમિયાન તેણે આ કામ 15 સેકન્ડની અપ-ડાઉન પોઝિશનમાં પણ કર્યું હતું. હવે આ રેકોર્ડ ગિનીઝ બુકમાં નોંધવાની તૈયારી ચાલી રહી છે.
પાંચ વર્ષની સંજનાના ટ્રેનર શિહાન હુસેને કહ્યું, “સામાન્ય રીતે દુનિયામાં અને કોઈપણ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં, એક ટ્રેન્ડ આર્ચર 4 મિનિટમાં 6 તીર ચલાવે છે.” આનો અર્થ એ છે કે 20 મિનિટમાં, આવા વ્યાવસાયિક આર્ચર્સનો 30 તીર ચલાવવામાં સક્ષમ છે પરંતુ તે છોકરી 13 મિનિટમાં 111 તીર મારે છે.
તેમણે કહ્યું કે, સંજનાએ શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. તેની માન્યતા માટે અમે તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં મોકલીશું. કોચે કહ્યું કે, સંજનાને તીરંદાજીનો ખૂબ શોખ છે અને તે 10 વર્ષની ઉંમર સુધી દરેક સ્વતંત્રતા દિવસમાં રેકોર્ડ બનાવશે.
ટ્રેનરે જણાવ્યું હતું કે 10 વર્ષની વય પછી, સંજના 2032 ની ઓલિમ્પિક્સ માટે તૈયાર થઈ જશે અને તે ઘણા ગોલ્ડ મેડલ લાવશે જેનાથી દેશ તેના માટે ગર્વ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle