માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: 5 વર્ષના માસૂમ બાળકનું એવી રીતે મોત થયું કે, જાણીને તમે પણ ચોંકી ઉઠશો…

હરિયાણાના પાણીપત જિલ્લામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પાણીપતના ઉઝા રોડ પર નલવા કોલોનીના નિવાસી યોગી નામનો માત્ર પાંચ વર્ષનો માસૂમ બાળક રમતા-રમતા પોતાના…

હરિયાણાના પાણીપત જિલ્લામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પાણીપતના ઉઝા રોડ પર નલવા કોલોનીના નિવાસી યોગી નામનો માત્ર પાંચ વર્ષનો માસૂમ બાળક રમતા-રમતા પોતાના દોસ્તોની સાથે રિસાલૂ રોડ પર જતો રહ્યો. જેને કારણે રસ્તા પર રખડતાં કૂતરાઓએ માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે ગંભીર હાલતમાં રોડ પર તડફડતો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ માસૂમબાળક ને લોહીલુહાણ થયેલો જોઈ ને તેની માહિતી સ્થાનિક સેક્ટર-29 પોલીસ સ્ટેશનને આપી. થોડા સમય પછી તેના પરિવારજનો અને પોલીસ ઘટના સ્થળે પહોચીયા હતાં. પરંતુ ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ ચૂક્યું હતું.

5 વર્ષના માસૂમ બાળકના મોત થી તેમના વિસ્તારમાં સોપો પડી ગયો છે અને શોકનું વાતાવરણ પ્રસરી યુ છે. વધુ જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે, જયારે પરિવારજનો ઘરે નહોતા ત્યારે દીકરો રમતા-રમતા બહાર જતો રહ્યો અને કુતરાએ માસુમ બાળક નો જીવ લીધો.માસૂમના મોતની જાણ થતાં પડોશીઓ અને પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે જનરલ હૉસ્પિટલ મોકલી આપી.

પોલીસે કરેલી પુછતાછમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સતપાલ પ્રજાપતે જણાવ્યું કે, તેઓ પત્ની મનીષા અને ત્રણ બાળકો મોદી (6 વર્ષ), યોગી (5 વર્ષ) અને રાહુલ (1 વર્ષ) સાથે છેલ્લા દોઢ વર્ષથી નલવા કોલીનીમાં રહે છે. તે કૃષ્ણા ગાર્ડનની પાસે ઓટોમાં જૂના કપડા ખરીદીને વેચવાનું કામ કરે છે. શનિવારે તેમની પત્ની મનીષાની તબિયત ખરાબ થઈ તો તેની સારવાર માટે સવારે સાડા દસ વાગ્યે પત્ની અને સૌથી નાના દીકરા રાહુલને લઈ ડૉક્ટરની પાસે સારવાર માટે ગયાં હતાં.

તેમના પિતા એ જણાવ્યું હતું કે, મોટો દીકરો મોદી અને વચલો દીકરો યોગી બંનેને ઘરે જ મૂકીને ગયા હતા. જ્યારે તેઓ બપોરે લગભગ દોઢ વાગ્યે ઘરે આવ્યા તો તેમને મોદી ઘરની પાસે રમતો જોવા મળ્યો હતો. થોડા સમય પછી જાણવા મળ્યું હતું કે, એક બાળકને કૂતરાઓએ પોતાનો શિકાર બનાવ્યો છે. તેમણે જ્યારે ઘટનાસ્થળે જઈને જોયું તો ત્યાં એક લાશ પડેલી હતી. તેમણે પાસે જઈને જોયું તો તે તેમના દીકરા યોગીની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *