અકસ્માતની કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે.ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના ચરખારી તાલુકાના સ્વાસા ગામથી જાનૈયાઓથી ભરેલી ગાડી કૂવામાં ખાબકી ગઈ હતી.
આ દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત કુલ 6 લોકોનાં મોત નીપજ્યા હતાં. આની સાથે જ કુલ 3 લોકો ઘાયલ થયા છે. ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના ચરખારી તાલુકામાં આવેલ સ્વાસા ગામથી કેટલાંક લોકો છતરપુર દીવાનજી પુરવા ગામમાં આયોજિત લગ્ન સમારોહમાં સામેલ થવા માટે આવ્યા હતા.
અહીં તેઓ મનોજ લખનલાલ અહીરવાર લગ્નમાં આવ્યા હતા. ગાડીમાં કુલ 9 લોકો સવાર હતા. માર્ગ નજીક આવેલ એક કૂવામાં કાર ખાબકી ગઈ હતી. રાત હોવાને લીધે દુર્ઘટના અંગે કોઈને જાણ ન થઈ. વરરાજાના પિતાને ઘટનાની જાણ થઈ તો તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ક્રેનની મદદથી ગાડીને કૂવામાંથી બહાર કાઢી હતી.
દુર્ઘટનામાં 50 વર્ષીય ઘનશ્યામ પરમા, 40 વર્ષીય રામરતન, અમના, 22 વર્ષીય કુલદીપ હરપ્રસાદ, 50 વર્ષીય રામદીન જાનકી, 40 વર્ષીય સત્રપાલ વીરસિંહ ડ્રાઈવર, 40 વર્ષીય રાજુ ભૈયાલાલનાં મોત નીપજ્યા છે. પોલીસે મૃતદેહોનું પોસ્ટમાર્ટમ કરાવીને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
રસ્તાની બાજુમાં આવેલો છે કૂવો :
માર્ગની એકદમ બાજુમાં જ કુવો આવેલો છે. કૂવાની ચારેયબાજુ કોઈ બાઉન્ડરી પણ નથી. અહીં ફક્ત લાકડાના પાટિયા જ લગાવવામાં આવ્યાં હતા, જેમાં પાણી પણ ન હતું. પોલીસના જણાવ્યા મુજબ બની શકે કે અંધારું હોવાને લીધે ડ્રાઈવરનું બેલેન્સ બગડ્યું હોય તેમજ કાર કૂવામાં ખાબકી હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle