ગુજરાતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી માધવસિંહ સોલકીનું થયું દુઃખદ અવસાન -જાણો એમનાં કાર્યકાળ વિશે

કોરોનાને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આવા કપરાં સમયમાં અનેક મહાનુભાવોનાં પણ મોત થયા છે કે, જેમાં સુશાંતસિંહ રાજપૂત, કેશુભાઈ પટેલ, ઇરફાન ખાન જેવા કેટલાંક લોકોના મોત થયા છે. આવા સમયમાં હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

ગુજરાતના ભૂતપૂર્વ CM માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ગુજરાતમાં વર્ષ 1980ના દાયકામાં તેઓ પોતાની થિયરી માટે ખુબ પ્રખ્યાત બન્યાં હતા. તેમનો જન્મ 30 જુલાઈ વર્ષ 1927ના રોજ થયો હતો.

તેઓ ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધારે વિધાનસભા બેઠકો જીતીને મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે રહેલો છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે કુલ 182 બેઠકમાંથી કુલ 149 બેઠક પર જીત મેળવી હતી.

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ અર્પી :
ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના 94મા જન્મદિનની ઉજવણી ગાંધીનગરમાં કરવામાં આવી હતી. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તેમના દીકરા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો તથા કાર્યકરો તેમને જન્મદિનની શુભકામના આપવા માટે ખુબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં.

કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ અર્પી :

માધવસિંહ સોલંકી વર્ષ 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારપછી વર્ષ 1881માં ફરી એકવખત ગુજરાતની સત્તા સંભાળી હતી. તેઓએ સામાજિક તથા આર્થિક સ્વરૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી. ત્યારપછી તેઓએ વર્ષ 1985માં પદ પરથી રાજીનામું આપ્યું હતું પણ ફરી તેઓએ વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 149 બેઠક પર જીત મેળવીને સત્તા સંભાળી હતી. આજ દિન સુધી આ રેકોર્ડ કોઈપણ તોડી શક્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *