Tirupati Temple News: બુધવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 6 લોકોનાં મોત થયા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે.રુમાલા વૈકુંઠ દ્વાર પર સર્વદર્શનમ ટોકન (Tirupati Temple News) લેવા કરવા દરમિયાન હોબાળો થયો હતો, વૈકુંઠ દ્વાર દર્શન દરમિયાન, વિષ્ણુના નિવાસસ્થાન તિરુપતિ ખાતે દર્શન ટોકન માટે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. ટોકન લેવા માટે ભેગા થયેલા શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
4 હજારથી વધુ ભક્તો લાઈનમાં ઉભા હતા
કાઉન્ટર પાસે આશરે 4 હજારથી વધુ ભક્તો લાઈનમાં ઉભા હતા. તે જ સમયે, ભક્તોને બૈરાગી પાટિડા પાર્કમાં લાઈનમાં ઉભા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આગળ જવાની ઉતાવળમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો એકબીજા પર ચઢી ગયા. જેના કારણે અનેક લોકોને ગૂંગળામણ થઈ હતી. મલ્લિકા નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ટિકિટ સેન્ટર પાસે નાસભાગમાં છ લોકોના મોત થયા
તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન માટેના ટિકિટ સેન્ટર પાસે નાસભાગમાં છ લોકોના મોત થયા હતા અને 40 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દર્શન માટે ટોકન વહેંચવામાં આવ્યા હતા ત્યારે નાસભાગ મચી હતી. બૈકુંઠ દ્વાર સર્વદર્શનમ એ 10 દિવસ સુધી ચાલતું વિશેષ દર્શન છે જે શુક્રવારથી શરૂ થવા જઈ રહ્યું છે. તિરુપતિ મંદિરમાં થયેલી આ દુર્ઘટના દેશમાં એકમાત્ર આવી ઘટના નથી. છેલ્લા બે દશકમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જાણીએ કે ધાર્મિક પ્રસંગે મંદિરોમાં નાસભાગની આવી ઘટનાઓ પહેલા ક્યારે બની હતી અને તે સમયે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો અને કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
#WATCH | Andhra Pradesh: Four people died in a stampede that occurred at Vishnu Nivasam in Tirupati during the distribution of Vaikunta Dwara Sarva Darshan tokens.
CM N Chandrababu Naidu spoke to officials over the phone about the treatment being provided to the injured in the… pic.twitter.com/655uJ7NEiK
— ANI (@ANI) January 8, 2025
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિમાં વિષ્ણુ નિવાસમ નજીક તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વારમાં દર્શન માટે ટોકન મેળવવા માટે થયેલી ભાગદોડમાં ચાર ભક્તોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ટોકન લેવા માટે એકઠા થયા હતા.
મુખ્યમંત્રીએ ઘટનામાં ઘાયલોને અપાઈ રહેલી સારવાર અંગે ફોન પર અધિકારીઓ સાથે વાત કરી. મુખ્યમંત્રી સમયાંતરે જિલ્લા અને ટીટીડી અધિકારીઓ સાથે વાત કરીને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ છે. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળે જવા અને રાહત પગલાં લેવા આદેશ આપ્યો છે જેથી ઘાયલોને સારી સારવાર મળી શકે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App