અમદાવાદ-વડોદરા હાઇવે પર લાશોનો ઢગલો: ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6ના કરૂણ મોત; 8 ઘાયલ

Ahmedabad-Vadodara Highway Accident: આજે સોમવારે વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આણંદ નજીક ટ્રક અને બસ વચ્ચે ભયાનક અકસ્માત(Ahmedabad-Vadodara Highway Accident) થયો હતો. જેના પગલે છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઊભેલી બસને ટક્કર મારી હતી. જેના પગલે બસ ડિવાઈડર પર બેસેલા લોકો ઉપર ફરી વળી હતી. આમ ઘટના સ્થળે 6 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ટ્રાવેલ્સ બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર બરોડાથી અમદાવાદ તરફ જતાં આણંદનાં ચિખોદરા નજીક વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. મુસાફરોથી ભરેલી ખાનગી ટ્રાવેલ્સ બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 10 થી વધુ લોકોને ઇજાઓ થતાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. માહિતી મુજબ, ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર મોત અને ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટાભાગનાં મૃતકો અને ઇજાગ્રસ્તો રાજસ્થાનનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

બસ રાજસ્થાન જઇ રહી હતી
વડોદરાથી અમદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા નજીક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહેલી ખાનગી બસને આ અકસ્માત નડ્યો હતો. સૂત્રો પાસેથી માહિતી એવી પણ મળી રહી છે કે, ટ્રકનું ટાયર ફાટતા બાજુમાં ઉભેલી ખાનગી બસને ટક્કર મારી હતી. જેના કારણે બસ ડિવાઇડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે આઠ જેટલા લોકોને ઇજા પહોંચી છે.

કુલ 6 લોકોના મોત, 10 થી વધુ ઇજાગ્રસ્ત
અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે પર ટ્રેક અને ખાનગી બસ વચ્ચે અકસ્માતની માહિતી મળતા ફાયર અને પોલીસની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. અકસ્માતનાં પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયું હતું. જો કે, પોલીસ જવાનોએ ટ્રાફિક કંટ્રોલ કરતા વાહનોની અવરજવર શરૂ થઈ હતી. આ અકસ્માતને પગલે વહેલી સવારે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર
હાઇ વે પર અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને આણંદની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.