સિહોરમાં દુઃખદાયક દુર્ઘટના: પુલની દિવાલ ધરાશાયી થતા 6 મજૂરો દબાયા, 3 ના મોત

Bridge Wall Collapse: મધ્યપ્રદેશના સિહોર થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા બુધની તાલુકાના સિયાગેન ગામમાં નિર્માણ પામી રહેલા પુળની દિવાલ (Bridge Wall Collapse) પડવાને લીધે ત્રણ મજૂરોના મૃત્યુ થઈ ગયા છે. આશિકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે છ મજૂરો હજુ સુધી પણ કાટમાળમાં દબાયેલા છે. ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સર પર રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી છે.

આ ઘટના સોમવારના રોજ બપોર પછીની હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં નદી ઉપર પુલ નિર્માણ નું કામ રાજલક્ષ્મી દેવ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના શિહોરના બુધની માં બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના વખતે પુલની નીચે કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. તેમની સંખ્યા અડધો ડઝન જેટલી જણાવવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આમાંથી ત્રણ મજૂરોની લાશ બહાર કાઢવામાં આવી છે. તેમજ એક મજૂરને જીવતો બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અન્ય લોકોની શોધખોળ તેમજ રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

સ્લેબ પડવાને લીધે થઈ દુર્ઘટના
બુધની ના એસડીઓપી એ જણાવ્યું કે સિયાગેન ગામમાં નદી ઉપર મગરોળ ગામને જોડવા માટે પુલ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. આ કામ રાજલક્ષ્મી કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું છે. ત્યાં પ્રત્યક્ષ દર્શીઓએ જણાવ્યું હતું કે પુલ નીચે કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. એ દરમિયાન રોડ તરફની પુલની દીવાલનો એક સ્લેબ અચાનક પડી ગયો હતો. પડવાને કારણે નીચે કામ કરી રહેલા છ થી સાત જેટલા મજૂરો દબાઈ ગયા હતા. હાજર રહેલા અન્ય મજૂરોએ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી પોલીસને જાણકારી આપી હતી.

ત્રણ મૃતકોની થઈ ઓળખ
પોલીસના જણાવ્યા અનુસાર થોડા વખત પછી ઘાટમાળ નીચેથી ત્રણ મજૂરોની લાશ કાઢવામાં આવી હતી, તેમજ એક વ્યક્તિ જીવતો બહાર આવ્યો હતો. આ દુર્ઘટના માં મૃતક લોકોની ઓળખ કરણ, રામકૃષ્ણ ઉર્ફે રામુ અને ભગવાન લાલ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર જીવિત નીકળેલ મજૂરને સ્થાનિક હોસ્પિટલ માંથી નર્મદાપુરા માટે રેફર કરવામાં આવ્યો છે. હજુ પણ ત્રણથી ચાર મજૂરો દબાયેલા હોવાની આશંકા હોવાને કારણે ખૂબ જ સાવધાની પૂર્વક હટાવવામાં આવી રહ્યો છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.