કોરોના વાયરસ(Corona virus)ના નવા વેરિએન્ટ ઓમિક્રોને(Omicron) સમગ્ર વિશ્વમાં લોકોની ઊંઘ હરામ કરી દીધી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ તેના વિશે ચિંતા વ્યક્ત કરી છે, જે પછી ભારત સરકારે નવા વેરિઅન્ટ સામે રક્ષણ માટે તૈયારીઓ વધારી દીધી છે. દરમિયાન, દક્ષિણ આફ્રિકા અને અન્ય ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી મહારાષ્ટ્ર(Maharashtra) પરત ફરેલા 6 લોકો કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, જે બાદ વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે.
ઓમિક્રોન વેરિઅન્ટ કન્ફર્મ નથી:
કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા 6 લોકોમાં નવા વેરિઅન્ટ Omicronની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. માહિતી આપતા મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, કોરોના સંક્રમિત મળી આવેલા લોકોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ સાથે તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
ભિવંડીના વૃદ્ધાશ્રમમાં વધુ 17 પોઝિટિવ:
મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમમાં 17 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ પહેલા સોમવારે વૃદ્ધાશ્રમમાં 62 લોકો કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા હતા, ત્યારબાદ 52 અન્ય લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એન્ટિજેન ટેસ્ટમાં આ 17 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ આરટી-પીસીઆરમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને આઈસોલેટ કરવામાં આવ્યા છે. ભિવંડીના વૃદ્ધાશ્રમમાં કોરોના પોઝિટિવ જોવા મળતા મોટાભાગના લોકોને કોરોના રસીના બંને ડોઝ મળ્યા હતા.
મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 678 નવા કેસ સામે આવ્યા છે:
મંગળવારે, મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના 678 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રોગચાળાને કારણે 35 દર્દીઓના મોત થયા હતા. આ પછી, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 66 લાખ 35 હજાર 658 થઈ ગઈ છે, જ્યારે કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 1 લાખ 40 હજાર 997 લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકમાં 942 દર્દીઓ કોરોના વાયરસથી સાજા થયા છે, ત્યારબાદ રોગચાળામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 64 લાખ 83 હજાર 435 થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.