Andhra Pradesh Accident: આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક ભયાનક અકસ્માત(Andhra Pradesh Accident) થયો છે. જિલ્લાના મુસુનુરુ ટોલ પ્લાઝા પાસે જ્યારે એક ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ ત્યારે નજીકથી પસાર થતી ખાનગી બસને પણ ટક્કર મારી હતી. શુક્રવારની મધ્યરાત્રિએ લગભગ 2 વાગ્યાની આસપાસ થયેલા આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ઘણા ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે.
એક ટ્રકે પાછળથી પાર્ક કરેલી બીજી ટ્રકને ટક્કર મારી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, એક ટ્રકે પાછળથી પાર્ક કરેલી બીજી ટ્રકને ટક્કર મારી હતી અને બીજી ટ્રક રસ્તાની બીજી બાજુએ સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી. અથડામણમાં બસનો આગળનો ભાગ ખરાબ રીતે તૂટી ગયો હતો.ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ખાનગી ટ્રાવેલ્સની બસ ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહી હતી. તેમાં 42 મુસાફરો હતા.
અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો
અકસ્માતને પગલે હાઈવે પર ભારે જામ થઈ ગયો હતો. નેલ્લોરથી વિજયવાડા તરફ જતા વાહનો બે કિલોમીટર લાંબા જામમાં અટવાયા હતા. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે આ દુર્ઘટના પર શોક અને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી.
20 થી વધુ લોકો ઘાયલ
ટક્કર બાદ લોખંડ ભરેલી ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને બીજીબાજુથી આવતી ખાનગી બસને ટક્કર મારી હતી. દૂર્ઘટના વિશે માહિતી આપતા કાવલી ડીએસપી વેંકટરામને જણાવ્યું કે નેલ્લોર જિલ્લાના મુસુનુરુ ટૉલ પ્લાઝા પર એક લોરી અને બસની ટક્કર થઈ. આ દરમિયાન 6 લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ટક્કરનો અવાજ દૂર સુધી સંભળાયો
લોકોએ આ ટક્કરનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. પોલીસે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવા માટે લઇ ગયા હતા. આટલી તીવ્ર અથડામણ કેવી રીતે થઈ તે જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક સામેથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે અથડાતા અકસ્માત થયો હતો.તેમજ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube