Mahakumbh Accident: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં છે. એક ટ્રકે કારને ટક્કર મારી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, છત્તીસગઢના રામાનુજગંજથી (Mahakumbh Accident) આવેલા પરિવારના સભ્યો પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. રાણાતલી વિસ્તાર પાસે ટ્રેલરે કારમાં સવાર લોકોને કચડી નાખ્યા હતા. આ પછી, ટ્રેલરે ચાલતા જઈ રહેલા ટ્રક ડ્રાઈવરને પણ ટક્કર મારી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કારને ખૂબ નુકસાન થયું હતું. ગેસ કટરથી કાર કાપીને મૃતકોના મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા.
ત્રણ મૃતદેહોની ઓળખ થઈ
કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં છત્તીસગઢના બલરામપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત હેડ કોન્સ્ટેબલ રવિ પ્રકાશ મિશ્રાનો સમાવેશ થાય છે. અન્ય બે મૃતકોની ઓળખ મિર્ઝાપુરના નારાયણપુર ચોકી વિસ્તારના બરાઈપુર ગામના રહેવાસી ટ્રક ડ્રાઈવર ગુડ્ડુ અને રામાનુજગંજના બોહલા ગામના રહેવાસી સનાઉલ્લાહ તરીકે થઈ છે.
પોલીસ બીજા મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. અકસ્માતની માહિતી મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, હેડ કોન્સ્ટેબલ રવિ મિશ્રા પોતાના પરિવાર સાથે ક્રેટા કારમાં કુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. કારમાં તેમની પત્ની, નાના ભાઈની પત્ની, બે દીકરા અને એક અન્ય વ્યક્તિ હતા.
3 ઘાયલોને રિફર કરવામાં આવ્યા
કાર રાણીતાલી પહોંચી હતી. આ દરમિયાન એક ટ્રેલર બેકાબુ થઈ ગયું અને સામેથી આવતી કાર સાથે અથડાયું. ટક્કર એટલી જોરદાર હતી કે કારના કુરચા નિકળી ગયા હતા. ટક્કરની તીવ્રતાના કારણે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોના મૃતદેહને દૂધિયા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 3 ઘાયલોને ચોપન સીએચસીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંથી તેમને વારાણસી ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.
थाना हाथीनाला क्षेत्रान्तर्गत एक ट्रेलर ट्रक द्वारा डिवाइडर पार करते एक क्रेटा कार व वहां खड़े अन्य लोगों को टक्कर मार देने के कारण 03 व्यक्तियों के घायल एवं 06 व्यक्तियों की मृत्यु हो जाने के संबंध में पुलिस अधीक्षक सोनभद्र की बाइट-@Uppolice @adgzonevaranasi @digmirzapur pic.twitter.com/qxS8SkjMbT
— Sonbhadra Police (@sonbhadrapolice) February 2, 2025
ઘટનાસ્થળે સોંપો પડી ગયો
રવિવારે સાંજે હાથીનાલા પોલીસ સ્ટેશન વિસ્તારના રાનીતાલી પાસે વારાણસી-શક્તિનગર હાઈવે પર ચોપનથી રેણુકૂટ તરફ જઈ રહેલું ટ્રેલર ડિવાઈડર ક્રોસ કરતી વખતે બેકાબૂ થયું અને કાર સાથે અથડાયું. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરતા દિવાન સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ટ્રેલર ચાલકનું પણ ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ચાલીને જઈ રહેલા અન્ય એક ટ્રકના ડ્રાઈવરને પણ ટ્રેલરે ટક્કર મારી હતી, જેના કારણે તેણે પણ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત થતા ઘટનાસ્થળે સોંપો પડી ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App