અમરેલીમાં 6 થી 7 ગાયોને તાણી ગયો નદીનો પ્રચંડ પ્રવાહ; જુઓ દયાજનક વિડીયો

Amreli Cow Viral Video: ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે અમરેલીના વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ (Amreli Cow Viral Video) નોંધાયો હતો, જેના પગલે વડિયાના સૂરવો ડેમના 3 દરવાજા એક ફૂટ ખોલાયા છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરાયા છે. ત્યારે વડીયાની ઉજળા ગામની કમોત્રી નદીમાં ગાયો તણાઈ હતી. જેના હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા છે.

નદીમાં ગાયો તણાઈ
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વડિયાના સૂરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેના કારણે ડેમના 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારના ગામડાના લોકોને નદીની નજીક અવરજવર ન કરવા સાવચેત કરાયા હતા. આ ઉરરાંત ભારે વરસાદને પગલે ઉજળા ગામની કમોત્રી નદીના ધસમસતા પ્રવાહમાં 6થી 7 ગાયો તણાઈ હતી.જેના કંપાવી નાખે તેવા વિડીયો સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે આ ગાયો તણાઈ હોવાના દ્રશ્ય સામે આવતા લોકો હચમચી ગયા હતા.