ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થતા એકસાથે 6 મહિલાઓ જીવતી સળગી, 14 ગંભીર રીતે ઘાયલ

હિમાચલ પ્રદેશના(Himachal Pradesh) ઉના(Una) શહેરમાં મંગળવારે સવારે એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ(Blast) થયો હતો. મળેલી માહિતી મુજબ આ અકસ્માત તાહલીવાલ ઈન્ડસ્ટ્રીયલ એરિયાના (Tahliwal Industrial Area) બાથુ ખાતે સવારે 10.15 વાગ્યે થયો હોવાનું જણાયું છે.

એક રીપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં 18 મહિલાઓ સહિત કુલ 20 મજૂરો આગની લપેટમાં આવી ગયા હતા. તેમાંથી 6 મહિલાઓ ગંભીર રીતે જીવતી દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. અન્ય 10 મહિલાઓની હાલત પણ ગંભીર છે, જેઓ 80% ઘાયલ છે. તેઓને PGI ચંદીગઢ રીફર કરવામાં આવ્યા છે. બાકી લોકો ઉનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મળેલી માહિતી મુજબ મૃતકો અને ઘાયલોમાં કેટલાક મજૂરો યુપીના, કેટલાક બિહારના અને એક પંજાબના છે.

જાણવા મળ્યું છે કે, આ જગ્યાએ છેલ્લા 7-8 મહિનાથી ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન ચાલતું હતું. આ દરમિયાન સલામતીના માપદંડોનું બિલકુલ જ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. મંગળવારે સવારે અકસ્માત થયો ત્યારે ફેક્ટરીમાં 25થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. અચાનક વિસ્ફોટ થયા બાદ આગ કાબુમાં આવતા કેટલાક લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા, પરંતુ 20 લોકો આગની લપેટમાં આવી ગયા હતા. પરંતુ છ મહિલાઓ ઝડપથી પ્રસરી રહેલી આગમાં ખરાબ રીતે લપેટાઈ ગઈ હતી અને તે તમામ સંપૂર્ણપણે જીવતી બળી ગઈ હતી. મૃતક મહિલાઓ લગભગ એક કલાક સુધી આગમાં સળગતી રહી, અને કોઈએ તેમને બચાવ્યા નહીં. લગભગ 11:30 વાગ્યે ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી, ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. તે જ સમયે, આગમાં ઘાયલ થયેલા લોકોમાં 12 મહિલાઓ અને બે મદદ કરનાર પુરૂષોનો સમાવેશ થાય છે. જેમાંથી 10 મહિલાઓની હાલત ગંભીર છે.

મળેલી માહિતી અનુસાર અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો અન્ય રાજ્યોથી આવેલા મજૂરો છે અને છેલ્લા કેટલાક સમયથી આ ફટાકડાના કારખાનામાં કામ કરતા હતા. તમામ કામદારો ઉનાના સંતોખગઢમાં અસ્થાયી ધોરણે રહે છે. મૃતકોના મૃતદેહની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. હાલ ઘાયલોને પાંચ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય આપવામાં આવી છે. આ સિવાય વડા પ્રધાન કાર્યાલયે કહ્યું છે કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

DC અને SP ઉના પોલીસ સહિત સમગ્ર વહીવટી સ્ટાફ ઘટના સ્થળ પર હાજર છે. જો સરકાર આદેશ કરશે તો આ સંવેદનશીલ મામલાની તપાસ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું કે ફટાકડાની ફેક્ટરી કોની પરવાનગીથી ચાલી રહી છે તેની પણ ઈન્ડસ્ટ્રીઝ વિભાગ પાસેથી માહિતી માંગવામાં આવી છે. મળેલી માહિતી અનુસાર અહીં તમામ મહિલા કામદારો જ હતી. મૃતક મજૂરોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

ગ્રામ પંચાયત બાથુના વડા સુરેખા રાણાના જણાવ્યા અનુસાર આ ફેક્ટરી સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી. પંચાયતની એનઓસી વગર ફેક્ટરી ચાલતી હતી. અહીં પાણીનું કનેક્શન પણ નહોતું. આ ફેક્ટરી દેશના ચરમસીમાએ હતી. આસપાસના લોકો અને પડોશીઓને પણ આ વાતની જાણ ન હતી.

અગાઉ પણ ફેક્ટરીમાં આગની ઘટના બની છે. તે સમયે મામલાને દબાવી દેવામાં આવ્યો હતો. હવે ફરી બ્લાસ્ટ થયા બાદ ઉદ્યોગ વિભાગે જણાવ્યું કે, ઔદ્યોગિક વિસ્તારની બહાર ગામડાના એક વ્યક્તિની ખાનગી જમીન પર ફટાકડાની ફેક્ટરી ચાલી રહી છે. તે જ દરમિયાન અકસ્માત બાદ મૃતકોના સ્વજનો ઘટનાસ્થળે એકત્ર થવા લાગ્યા છે અને ઘટનાસ્થળે શોકનો માહોલ છે. મૃતકના સંબંધીઓ અને આશ્રિતો તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *