ભારતનું ગૌરવ: 6 વર્ષના બાળકે જરા પણ અટક્યા વગર 100 કિમી સુધી સાઇકલ ચલાવી સર્જી દીધો વર્લ્ડ રેકોર્ડ

ચેન્નાઈના છ વર્ષના રિયાન કુમારે રેકોર્ડ સમયમાં 100 કિમી નોન સ્ટોપ પેડલિંગ કરીને વર્લ્ડ સાઈકલિંગ રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે તેને “સૌથી ઝડપી…

ચેન્નાઈના છ વર્ષના રિયાન કુમારે રેકોર્ડ સમયમાં 100 કિમી નોન સ્ટોપ પેડલિંગ કરીને વર્લ્ડ સાઈકલિંગ રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સે તેને “સૌથી ઝડપી અને સૌથી નાની વયે 5 કલાક, 17 મિનિટ અને 6 સેકન્ડમાં 108.09 કિમીનું નોન સ્ટોપ અંતર ચલાવવા માટે” માન્યતા આપી છે. રિયાને, જેના માતાપિતા ભારતીય નૌકાદળમાં અધિકારી છે અને તાજેતરમાં દિલ્હીથી ચેન્નાઈ શિફ્ટ થયા હતા. તેમણે તેમની માતા કમાન્ડર ગૌરી શર્મા (નિવૃત્ત) પાસેથી પ્રેરણા લીધી.

પોતાના રેકોર્ડને લઈને ઉત્સાહિત, રાયને કહ્યું છે કે, “મને સાઈકલ ચલાવવી ખુબ જ ગમે છે. હું અઠવાડિયામાં ત્રણ દિવસ સાઈકલ ચલાવવાની પ્રેક્ટિસ કરું છું અને અન્ય દિવસો સ્થિર સાઈકલિંગ અને તાકાત તાલીમ છે જેની હું પ્રેક્ટિસ કરું છું.

ધોરણ 2માં ભણતો વિદ્યાર્થી પ્રતિષ્ઠિત 200 કિલોમીટરના બ્રેવેટ્સ ડી રેન્ડોનિયર્સ (BRM) માં ભાગ લેવા માંગે છે. તેણે કહ્યું કે ફ્રાન્સમાં વાર્ષિક સાઇકલિંગ દોડ ટૂર ડી ફ્રાન્સમાં ભાગ લેવાનું પણ તેનું સ્વપ્ન છે. જ્યારે તેના મનપસંદ સાઇકલ સવારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાયને કહ્યું કે, “હું તદેજ પોગાકર, જુલિયન આલાફિલિપે અને માર્ક કેવેન્ડિશને ફોલો કરું છું”.

રિયાન ચેન્નાઇમાં વ્યાવસાયિક સાઇકલ સવારો વચ્ચે લોકપ્રિય છે અને ઘણા લોકો તેમનામાં મોટી ક્ષમતા જુએ છે. જાણીતા સંગીત નિર્માતા, ગીતકાર અને સાઇકલ સવાર જીમ સત્યે સાયકલ ચલાવવા માટે રાયનના જુસ્સા અને સમર્પણની પ્રશંસા કરી.

તેની માતાએ કહ્યું કે, કોરોના લોકડાઉન રિયાન માટે ચેન્નાઇમાં તેની સાઇકલિંગ પ્રતિભા પર કામ કરવાની સંપૂર્ણ તક સાબિત થઇ, જેને તેણે “મક્કા ઓફ સાઇકલિંગ” કહ્યું. જો કે, તેણે ઇનકાર કર્યો હતો કે તેના પર રેકોર્ડ બનાવવાની કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

“હકીકતમાં, મને મારા દીકરા દ્વારા સવારે વહેલા ઉઠવાનું કહેવામાં આવે છે, જોકે હું અઠવાડિયામાં માત્ર ત્રણ વખત સાઇકલ ચલાવતી હતી,” તેણીએ કહ્યું. “અમારી ખુશીની સવારી દરમિયાન, તે વધુને વધુ સાઈકલ ચલાવવા માંગતો હતો. તે યુટ્યુબ પર કાર્ટૂન જોતો નથી પરંતુ ગ્લોબલ સાયકલિંગ નેટવર્ક જોવે છે ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *