કોવિશિલ્ડ લીધા બાદ ચોંકવનારી વાત સામે આવી- રસી બનાવતી કંપની પર કેસ થવા સુધી વાત પહોંચી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) જે કોવીશિલ્ડ રસીનું ઉત્પાદન કરે છે. જેમને મંજુરી આપનાર ICMR અને WHO સામે લખનઉના એક વેપારી દ્વારા FIR દાખલ કરવા…

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) જે કોવીશિલ્ડ રસીનું ઉત્પાદન કરે છે. જેમને મંજુરી આપનાર ICMR અને WHO સામે લખનઉના એક વેપારી દ્વારા FIR દાખલ કરવા માટે અરજી કરવામાં આવી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બીઝનેસ ચલાવતા પ્રતાપ ચંદ્રનો આક્ષેપ છે કે, કોવિશીલ્ડનો રસીનો પહેલો   ડોઝ લીધા બાદ પણ તેમની એન્ટીબોડીઝ તેમના શરીરની અંદર વિકાસ પામી ન હતી. આ લોકો સાથેની એક પ્રકારની છેતરપિંડી છે. જેથી કોવીશિલ્ડ તૈયાર કરનાર કંપની અને એને મંજુરી આપનાર સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવે.

પ્રતાપ ચંદ્ર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના CEO અદાર પુનાવાલા અને ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવ તથા WHOના DG ડો. ટેડ્રોસ અધોનમ ગેબ્રેસસ, આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલા સેક્રેટરી લવ અગ્રવાલ, રાષ્ટ્રીય આરોગ્ય મિશનના નિયામક અપર્ણા ઉપાધ્યાય વિરુદ્ધ આશિયાના પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે.

ઈન્સ્પેક્ટર પુરુષોત્તમ ગુપ્તાએ જણાવતા કહ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ માટે આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને સરકારી લેવલ અનુસાર તપાસ હાથ ધરવામાં આવશે.

પ્રતાપ ચંદ્ર દ્વારા શું કરવામાં આવી છે ફરિયાદ?

ICMR અને WHOએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, કોવીશિલ્ડ રસીનો પહેલો ડોઝ લીધા પછી તરત જ એન્ટીબોડી તૈયાર થવા લાગશે, પરંતુ મારામાં આ એન્ટીબોડી મારામાં વિકસી નહિ. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ આ રસી બનાવી છે. ICMR, WHO અને આરોગ્ય મંત્રાલયે તેમણે મંજૂરી આપી છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા તેમનો પ્રચાર કરવામાં આવ્યો છે, જેથી તે લોકો પણ દોષિત છે. હું શુદ્ધ શાકાહારી વ્યક્તિ છું. સાથે મને RNA બેસ્ડ ઈન્જેકશન લગાવવામાં આવ્યું છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેબસાઈટના જણાવ્યા અનુસાર માતાના ગર્ભમાં જે બાળક થતું નથી તેમની કિડનીની 293 સેલ્સ RNA બેસ્ડ ઈન્જેકશનમાં સામેલ કરવામાં આવે છે. જેમના પર સમગ્ર દુનિયામાં પ્રતિબંધ છે. પરંતુ આપણા દેશમાં આ ચાલી રહ્યું છે. મારી સાથે એક પ્રકારની છેતરપીંડી થઇ છે. આ બેદરકારીને લીધે મારો જીવ પણ જોખમમાં મુકાઇ શકતો હોત. જેને લીધે મેં છેતરપિંડી અને હત્યાના પ્રયાસની કલમ લગાવવા માટે અરજી કરી છે.

પ્રતાપ ચંદ્રના કહ્યા અનુસાર વેક્સિન મુકાવ્યા બાદ મારી તબિયત બગડી હતી. મારા પ્લેટલેટ્સ પણ ઘટી ગયા હતા. 21 મેના રોજ મે ICMR અને આરોગ્ય મંત્રાલય દ્વારા યોજવામાં આવેલ પ્રેસ-કોન્ફરન્સ પણ મે જોઈ હતી. એમાં ICMRના ડિરેકટર જનરલ બલરામ ભાર્ગવે જણાવતા સ્પષ્ટ કહ્યું હતું કે કોવિશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જ શરીરમાં તરત એન્ટિબોડી તૈયાર થવાની શરુઆત થઇ જાય છે, જ્યારે કોવેક્સિન વેક્સીનના બંને ડોઝ લીધા બાદ એન્ટિબોડી બનવાનું શરુ થાય છે. ત્યાર બાદ 25 મેએ સરકારી લેબમાં પ્રતાપ ચંદ્રએ એન્ટિબોડી GT ટેસ્ટ કરાવ્યો હતો. એમાં જાણવા મળ્યું હતું કે તેમનામાં હજી સુધી એન્ટિબોડી બની નહોતી. તેમના પ્લેટલેટ્સ પણ ઘટીને ત્રણ લાખથી દોઢ લાખ સુધી પહોંચી ગયા હતા. આ મારી સાથે એક પ્રકારની છેતરપિંડી થઈ છે. મારા જીવ સાથે ખિલવાડ કરવામાં આવ્યો છે.

પ્રતાપ ચંદ્રએ જણાવતા કહ્યું હતું કે ‘હું ફક્ત એકલો જ એવો માણસ નથી, જેમાં એન્ટિબોડી વિકસિત થઈ નથી. મારી સાથે અન્ય ઘણા લોકો પણ એવા છે જેમના શરીરમાં પણ એન્ટીબોડી વિકસિત થઇ નહોતી. જેને કારણે હું 6 તારીખે કોર્ટ ખૂલવા પર અરજી દાખલ કરીશ. સાથે પ્રતાપ ચંદ્રએ જણાવતા કહ્યું હતું કે આ કાર્ય સરકારનું છે કે એ તપાસ કરે કે મારી અને બીજા અન્ય કેટલાય લોકો સાથે શું થઈ રહ્યું છે? મારામાં કેમ એન્ટિબોડી વિકસિત થઈ નથી. શું મને પાણી ભરેલું ઇન્જેકશન આપવામાં આવ્યું હતું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *