Navsari News: નવસારીના બીલીમોરાથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બીલીમોરાના વખારીયા રોડ પાસે ખુલ્લી ગટરમાં ખબકેલી 6 વર્ષની માસુમ બાળકી(Navsari News) શાહિન શેખનો 22 કલાકની ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો છે. ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીનો મૃતદેહ અંબિકા નદીમાંથી મળી આવ્યો છે. જે બાદ બાળકીના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માતા-પિતાની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.
તંત્રનું પાપ બાળકીને નડ્યું
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં સવારથી જોરદાર વરસાદ વરસતા નદી-નાળાઓમાં પાણી ભરાયા હતા. બીલીમોરાના વખારીયા રોડ પર આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 4 વર્ષની માસૂમ બાળકી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. CCTV ચકાસતા પોતાના ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી. તંત્રના પાપે આજે એક માસુમ બાળકીનો ભોગ લીધો છે.
ગટરમાં ડૂબેલી બાળકીનો મૃતદેહ મળ્યો
ગટરમાં ગરકાવ થયેલી બાળકીની લાશ મળી છે. બિલીમોરા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યારે NDRFની પણ મદદ લેવાઈ હતી. બિલીમોરાના વખારિયા બંદર પાસે ખુલ્લી ગટરમાં ડૂબેલી બાળકીનો મૃતદેહ મળ્યો છે. 22 કલાક બાદ વઘારીયા બંદર નજીક વાડિયા શિફ્ટ યાર્ડ ખાતેથી મૃતદેહ મળ્યો છે. પિતા અજીત શેખે બાળકીના મૃતદેહને ઊંચકી ગળે લગાડી લીધો હતો. મૃત બાળકીના મૃતદેહને પીએમ અર્થે બીલીમોરાની મેંગોશી હોસ્પિટલમાં લઈ જવાયો છે.
સીસીટીવી આવ્યા હતા સામે
જે સીસીટીવી ચકાસતા બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આ અંગેની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીની શોધખોળ હાથ ધરી હતી.
પહેલાં જ વરસાદમાં નગરપાલિકાની ખુલી પોલ
બીલીમોરાના વખારીયા રોડ પર રહેતા શેખ પરિવારની 4 વર્ષીય શાહીન બપોરે 2.50 વાગ્યાની આસપાસ લાપતા બનતા તેના માતાપિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, શાહીન ન મળતા આસપાસના CCTV ચેક કરવામાં આવ્યા હતા, જેમાં શાહીન રમતા રમતા પોતાના ઘર નજીક આવેલી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી.ખુલ્લી ગટરમાં પડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ શાહીન ગરકાવ થતા જોવા મળી હતી. પહેલાં જ વરસાદમાં બીલીમોરા નગરપાલિકાની બેદરકારી સામે આવતા તમામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીલીમોરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App