અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓની સરાહનીય પ્રવૃત્તિ આવી સામે- 25,000 થી વધુ રોપાઓ વાવવાનો લીધો સંકલ્પ

Adani Vidyamandir School: અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરના 12મા વાર્ષિક દિવસ ‘ઉત્કર્ષ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. વાર્ષિકોત્સવને વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને સમર્પિત કર્યો છે. 600 વિદ્યાર્થીઓએ પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ વર્ષ દરમિયાન શાળાના પરિસરમાં(Adani Vidyamandir School) અને બહાર દરિયાકિનારે મેન્ગ્રોવ સહિત 25,000 થી વધુ રોપાઓ વાવવાનો સંકલ્પ લીધો હતો.

દરિયાકાંઠાની જૈવ વિવિધતાને બચાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
‘ઉત્કર્ષ’ અંતર્ગત વિદ્યાર્થીઓએ પ્રકૃતિ સાથે સુમેળમાં સાધવાના પાસાઓને સર્જનાત્મક રીતે પ્રકાશિત કર્યા. તે પર્યાવરણ અને જળ સંરક્ષણ,ગીતો અને કવિતાઓ પર કાર્યકારી મોડેલો દ્વારા તમામ 17 SDGSના સાર અને મહત્વને દર્શાવતું પ્લેટફોર્મ સમાન હતું. વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવવા મૂલ્યો આધારિત શિક્ષણ સહિત સંવેદનશીલ અને નિર્ણાયક બનવા SDGsનું શિક્ષણ આપવા ભદ્રેશ્વર ખાતે આવેલી અદાણી વિદ્યામંદિર કામ કરે છે. વિવિધ પરંપરાઓ અને ઉજવણીઓ માટે પ્રખ્યાત કચ્છની ઇકોસિસ્ટમ ક્લાયમેટ ચેન્જની અસરોથી અલગ નથી. આ કાર્યક્રમની રૂપરેખા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમાં આમંત્રિત મહેમાનોને દરિયાકાંઠાની જૈવ વિવિધતાને બચાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ અદાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓની આ પ્રતિજ્ઞા ધરતી પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. મને ખુશી અને ગર્વ છે કે વિદ્યામંદિર આપણા ભવિષ્યના નેતાઓમાં મૂલ્યોનું સંવર્ધન કરી રહ્યું છે’.તો આ સાથે જ આ પ્રસંગે અતિથિ વિશેષપદેથી બોલતા મુન્દ્રાના પ્રાંત અધિકારી ચેતન મિસાને જણાવ્યું હતું કે,’બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોઈને હું મંત્રમુગ્ધ છું. તેમણે શાળાને અભિનંદન આપી અપેક્ષા વ્યક્ત કરી હતી કે તે જ્ઞાનનો નિરંતર પ્રકાશ ફેલાવતી રહેશે.’

કાર્યક્રમના મુખ્ય મહેમાન અદાણી ગ્રુપના ઈઋઘ જુગશિન્દર સિંહ શાળામાં ઉપલબ્ધ અત્યાધુનિક સુવિધાઓ અને બાળકોના વિવિધ વિષયો પ્રત્યેની સમજ અને જ્ઞાનથી પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરીને અત્યંત આનંદ અભિવ્યકત કરી કહ્યું હતું કે પોતાને ખાતરી છે કે આ વિદ્યાર્થીઓ તેમના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશે અને તેમના પરિવારો, સમુદાયો અને આપણા રાષ્ટ્રના ઉત્કર્ષમાં સહભાગી થશે.

વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન
‘ઉત્કર્ષ 2024’માં કચ્છના આગેવાનો, માછીમાર સમુદાયના સભ્યો, વાલીગણ અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ AVMB 2012 થી કચ્છમાં ભદ્રેશ્વર અને તેની આસપાસના વંચિત સમુદાયોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરતું આવ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન AVMB ધોરણ 1 થી 10 સુધી મફત શિક્ષણ પ્રદાન કરે છે. જેમાં ટ્યુશન ફી, પાઠ્યપુસ્તકો, ગણવેશ, પૌષ્ટિક ભોજન અને સ્કૂલ બસ સેવા પણ પ્રદાન કરવામાં આવે છે. 2022માં તે NABET માન્યતા પ્રાપ્ત કરનાર ગુજરાતી માધ્યમની રાજ્યની પ્રથમ-GSEB સંલગ્ન શાળા બની. વંચિત બાળકોને શિક્ષિત કરવામાં અસાધારણ યોગદાન બદલ AVMB ને “એજ્યુકેશન એક્સેલન્સ – એમ્પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ 2024” થી નવાજવામાં આવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન વિશે
અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.