BJP અડીખમ તો કોંગ્રેસ ખાલીખમ: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફરી ઝટકો, એકબાદ એક 8 લોકોના રાજીનામાંથી ગુજરાતમાં હડકંપ

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ…

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 3 દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ છોડી ત્યારે 24 કલાકમાં ફરી એકવાર મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે.છેલ્લા થોડા દિવસોની હિલચાલ પર નજર કરીએ તો એવું લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણી(Lok Sabha Election 2024) પહેલા ગુજરાતમાંથી કોંગ્રેસ ધીરે ધીરે ખાલી થઈ રહી છે.

મોરબીના કે.ડી. પડસુંબીયા ભાજપમાં જોડાશે
મોરબીના કે.ડી. પડસુંબીયા ભાજપમાં જોડાશે. તથા NSUIના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલયમાં મેળાવડો જામ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તેમજ ભાજપમાં જોડાયા બાદ અંબરીશ ડેર શક્તિ પ્રદર્શન કરશે. જેમાં કેસરિયા કર્યા બાદ આવતીકાલે અંબરીશ ડેર રાજુલામાં શક્તિ પ્રદર્શન કરશે. તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ શક્તિ પ્રદર્શનમાં હાજર રહેશે. હજારો લોકો જનમેદની સાથે સભાનું આયોજન થઈ રહ્યું છે.

મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા
જો આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ 8 કોંગ્રેસ આગેવાને રાજીનામા આપ્યા છે.તાલુકા કોંગ્રેસ પ્રમુખ, માળિયા તાલુકા ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. માળિયા કારોબારી સભ્ય સહિતના આગોવાનોએ કોંગ્રેસ છોડી છે. ત્યારે લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ ભાજપે કોંગ્રેસની નાવડી મઝધારે ડગમગાવી દીધી છે. કહેવાય રહ્યું છે કે રામ મંદિર ઉદ્ધાટન બહિષ્કાર કોંગ્રેસને ભારે પડી શકે છે. આગામી દિવસોમાં બીજા નેતાઓ પણ કોંગ્રસનો હાથ છોડે તો નવાઇ નહીં.

કૉંગ્રેસના નેતાઓ કેમ ભાજપમાં જોડાઈ રહ્યા છે?
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં કૉંગ્રેસને 77 સીટ અને ભાજપને 99 સીટ મળી હતી. જોકે એ પછીની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ 156 સીટ મળી હતી.2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કૉંગ્રેસના બે ધારાસભ્ય કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.હવે મોઢવાડિયાએ રાજીનામું આપી દેતા કૉંગ્રેસ પાસે 14 ધારાસભ્યો બચ્યા છે.તો લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા અને પાંચ વાર સાંસદ રહી ચૂકેલા કૉંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ ગયા છે.
કૉંગ્રેસના સ્થાનિક નેતૃત્વ પર અને સંગઠન પર રાજકીય વિશ્લેષકો અગાઉ પણ સવાલ ઉઠાવતા રહ્યા છે અને તેમનું કહેવું છે કે “કૉંગ્રેસને નેતૃત્વ નબળું પડી ગયું છે અને ધીમેધીમે ખતમ થઈ રહ્યું” છે.