ગુજરાતની 60મી જન્મજયંતી: ગુજરાત રાજ્ય રચવાનો પાયો પાકિસ્તાનમાં નખાયો હતો- જાણો ઈતિહાસ

ગુજરાત જેમના માટે જાણીતું છે તે છે: ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલા, ઢોકળાં, મનમોજીલા અને ખમીરવંતી માણસો- આ તમામ વસ્તુઓ જેની ઓળખ છે, એ છે “આપણું ગુજરાત”. આજે આપણાં ગુજરાતનાં 60 માં સ્થાપના દિવસના અવસરે આવો જાણીએ ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ…

૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો.  સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી.

1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્ય મહાગુજરાત માંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બન્યું હતું. આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી.  તે સમયે વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “મહાગુજરાત” નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન કાયદા દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા.

ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય બને તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિધાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો.

આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાગ્નિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.

દર વર્ષે ગુજરાત દિવસની ઉજવણી રૂપે અવનવા કાર્યક્રમો યોજાતા હોય છે, જેમ કે- સાંસ્ક્રુતિક કાર્યક્રમો, સાહિત્ય સંબંધિત ગોષ્ઠીઓ, વિશ્વ અને ઇતિહાસલક્ષી પરિસંવાદ, લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં અવનવા કાર્યક્રમો થતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *