ચાઈના માંથી જન્મેલો કોરોના વાઇરસ અત્યારે આખા વિશ્વમાં કહેર વરસાવી રહ્યો છે. આ વાયરસે હજારો લોકોના જીવ લઇ લીધા છે. જોકે, ઇતિહાસના પન્ના પર આવી કેટલીય ભયનક અને દર્દનાક ઘટનાઓ ઘટી છે જેને સાંભળી તમે થરથર કાંપી ઉઠશો. 62 વર્ષ પહેલા આવી એક ઘટના ચીનમાં જ ઘટી હતી જેમાં કરોડો લોકો માર્યા ગયા હતા. આ ભયાનક તબાહી માટે ચીનની જ એક ભૂલ જવાબદાર હતી જેને પાછળથી સુધારવાના ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતી. સમગ્ર દુનિયામાં આ ઘટના ‘ગ્રેટ ચાઇનીઝ ફેમિને’ના નામથી ઓળખવામાં આવે છે. ભાગ્યે જ કોઇ ચીની નાગરિક હશે જેને આ ઘટનાથી વાકેફ ન હોય.
આ એક 1958ની આ ઘટના છે. ચીને હજુ સત્તાની કમાન સંભાળી હતી અને માઓ જેડૉન્ગ, જેને માઓ સે-તુંગ પણ કહેવામાં આવે છે. તેમણે ‘ફોર પેસ્ટ કેમ્પેન’ નામથી એક અભિયાન શરુ કર્યું હતું. અભિયાન અંતર્ગત તેમણે ચાર જીવ (મચ્છર, માખી, ઉંદર અને ચકલી)ને મારવાનો આદેશ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે આ ચાર જીવ ખેડુતોની મહેનત બેકાર કરી દે છે, ખેતરમાં ઉભા પાકને ચટ કરી જાય છે. જોકે, મચ્છર, માખી અને ઉંદરને મારવા મુશ્કેલ કામ હતું કારણ કે તે સરળતાથી પોતાની જાતને છુપાવી લે છે પરંતુ ચકલી માણસોની વચ્ચે રહેવા ટેવાયેલી છે. માટે તે જેડૉન્ગના આદેશની શિકાર બની ગઇ અને સમગ્ર ચીનમાં તેને શોધી મારવાનું શરુ થઇ ગયું. એટલું જ નહીં તેના માળા પણ ઉજાડી નાખવામાં આવ્યા જેથી તે જીવતી ન બચે.
એટલું જ નહીં જે વ્યક્તી જેટલી ચકલની મારે તેટલી સંખ્યાના હિસાબે તેને ઇનામ મળતું હતું. લાલાચમાં આવી ચીની લોકો તે કરી બેઠા જેની કોઇએ ક્યારે કલ્પાના શુદ્ધા નહતી કરી. આ વાતની કલ્પના તમે તે વાત પરથી લગાવી શકો છો કે ચકલીનું એક ઝુંડ બિજિંગ સ્થિત પોલેન્ડના એમ્બેસીમાં જઇ છુપાઇ ગયું, પરંતુ ચીની લોકો તેને મારવા ત્યાં પહોંચી ગયા. જોકે, એમ્બેસીના અધિકારીઓએ ચીની નાગરિકોને અંદર ન આવવા દિધા. માટે લોકોએ એક યુક્તિ અજમાવી. ભેગા થયેલા લોકો એમ્બેસીની ચાર તરફ ડ્રમ વગાડવા લાગ્યા. આ ઘટનાક્રમ બે દિવસ સુધી ચાલ્યો. છેવટે ચકલીનું ઝુંડ ડ્રમના વધારે પડતા અવાજના કારણે એમ્બેસીની અંદર જ મરી ગઇ ત્યાર બાદ સફાઇ કર્મચારીઓએ મૃત ચકલીને બહાર ફેંકી દીધી.
1960માં ચીનના એક જાણીતા પક્ષી વૈજ્ઞાનિકએ માઓ જેડૉન્ગને કહ્યું કે ચકલી મોટી સંખ્યામાં અનાજની સાથે તેને નુકશાન પહોંચાડતા જીવજંતુને પણ ખાય છે ત્યારે ઠેક પોતાનું મન બદલ્યું. દરમ્યાન ચીનમાં ચોખાનું ઉત્પાદન સતત ઘટવા લાગ્યું હતું. જોકે, માઓ જેડૉન્ગે ચકલીને મારવાનું બંધ કરવાનો આદેશ આપ્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું ગતું. ચકલીની ગેરહાજરીમાં જંતુઓની સંખ્યા ઘણી વધી ગઇ હતી અને તેનું પરિણામ તે આવ્યું કે ચીને ઇતિહાસમાં ન જોયેલું ભયાનક દુષ્કાળ પડ્યો. કરોડો લોકો ભુખમરાના કારણે મરી ગયા.
ચીનની સરકારના સત્તાવાર આંકડા અનુસાર લગભગ દોઢ કરોડ લોકોના મોત ભુખમરાના કારણે થયા હતા. જોકે, આ આંકડામાં વિસંગતા પણ સામે આવી છે. અન્ય કેટલાક રિપોર્ટ અનુસાર મોતનો આંકડો દોઢથી ચાર કરોડની વચ્ચે છે. ચીનના ઇતિહાસમાં આ સૌથી મોટી ત્રાસદીમાંથી એક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news