બિહારના મુઝફ્ફરપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેને જાણીને તમે પણ વિચારવા મજબૂર થઈ જશો. ૬૫ વર્ષની એક વૃદ્ધ મહિલાએ ૧૩ મહિનાની અંદર આઠ બાળકોને જન્મ આપ્યો છે, સાંભળીને ચોંકી ગયાને….? આ મામલો છે સરકાર તરફથી મળતી રકમને ગાયબ કરવાનો. એટલું જ નહીં આ ગોટાળા અંતર્ગત એક મહિલાએ તો એક જ દિવસમાં બે વખત બાળકોને જન્મ આપ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલો છે મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં થયેલા ગરબડગોટાળાનો છે.
આ વિચિત્ર ગોટાળામાં માલુમ પડ્યું છે કે જિલ્લાના છોટીકોઠીયા ગામની ૬૫ વર્ષની ઉંમરને પાર કરી ચૂકેલી શાંતિ દેવીના બેંક ખાતામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના અંતર્ગત બાળકોને હોસ્પિટલમાં જન્મ આપવાથી મળનારી 1400 રૂપિયાની રકમ મોકલવામાં આવી છે. જ્યારે શાંતિથી એ વીસ વર્ષ સુધીમાં કોઈ બાળકને જન્મ જ આપ્યો નથી અને તેમના ખાતામાં 3 જુલાઈ થી 3 ઓગસ્ટ સુધી 13 મહિના દરમિયાન છ વખત 1400 રૂપિયાની રકમ મોકલવા માં આવી છે.
આટલી રકમ તેમના ખાતામાં આવી ગઈ અને તેમને આ વાતની ખબર પણ ન પડી. આઠ બાળકોને જન્મ આપનારી શાંતિ દેવીના ખાતામાં રકમ જમા થયા ના તરત બીજા દિવસે જ કાઢવામાં આવી હતી. જ્યારે મહિલાએ કોઈ બાળકને જન્મ આપ્યો ન હતો. આ બધું સરકારી યોજનાઓના રૂપિયા માટે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આખા રાજ્યમાં આવી ઘણી ઘટનાઓ સામે આવી છે કે સ્વાસ્થ્ય યોજનાના પૈસા પ્રજા દ્વારા પડાવવામાં આવ્યા હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews