650નો કિલો ભીંડો, 2400 રૂપિયાની કેરી! લંડનમાં આટલા મોંઘા વેચાય છે ભારતીય ફૂડ્સ, જુઓ આખું લિસ્ટ

Indian Food Rate In London: લંડનમાં રહેતી ભારતીય યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં તે લંડનના એક સુપરમાર્કેટમાં ભારતીય ખાદ્યપદાર્થોની કિંમતો જણાવતી જોવા મળે છે, જે ભારત(Indian Food Rate In London) કરતાં ઘણી વધારે મોંઘી છે. વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સામાન્ય શાકભાજીથી લઈને ભારતીય નાસ્તા સુધીની દરેક વસ્તુ લંડનમાં ખૂબ મોંઘી વેચાય છે.

2400 રૂપિયાની 6 કેરી…
છવી નામની મહિલાએ તેના વિડિયોમાં જણાવ્યું કે લંડનમાં 20 રૂપિયાની કિંમતનું ચિપ્સનું પેકેટ 95 રૂપિયામાં મળે છે. મેગીનું એક પેકેટ 300 રૂપિયામાં વેચાય છે જ્યારે પનીર 700 રૂપિયા પ્રતિ પેકેટમાં મળે છે. શાકભાજીની વાત કરીએ તો ભીંડા 650 રૂપિયા પ્રતિ કિલો, કારેલા 1000 રૂપિયા પ્રતિ કિલો અને 6 કેરી 2400 રૂપિયામાં વેચાઈ રહી છે.

ભારત કરતાં 10 ગણું મોંઘું
છવીએ વિડિયોમાં અન્ય ઘણી ખાદ્ય ચીજોની કિંમતો પણ જણાવી છે. 10 રૂપિયાની કિંમતનું ગુડ-ડે બિસ્કિટ લંડનમાં 100 રૂપિયામાં ઉપલબ્ધ છે, એટલે કે ભારત કરતાં 10 ગણું મોંઘું છે. લિટલ હાર્ટ્સ બિસ્કિટના નાના પેકેટ પણ 100 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ભારતમાં 400 ગ્રામ સેવ 100-110 રૂપિયામાં મળે છે. લંડનમાં તેની કિંમત 1000 રૂપિયા છે. ચોખા 250 રૂપિયા પ્રતિ કિલો અને પારલે જી બિસ્કિટ, જેની કિંમત ભારતમાં 5 રૂપિયા છે, તેની કિંમત લંડનમાં 30 રૂપિયા છે.

ઈન્ટરનેટ યુઝર્સ રેટ જાણીને ચોંકી ગયા હતા
છવીનો આ વીડિયો 6.2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લાખો લોકોએ તેને પસંદ કર્યો છે. આ વીડિયોને પણ મોટી સંખ્યામાં શેર કરવામાં આવી રહ્યો છે. લંડનમાં ભારતીય ખાદ્યપદાર્થોની કિંમતોનો આ ઘટસ્ફોટ લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે.

ઘણા લોકો વિચારી રહ્યા છે કે લંડનમાં ભારતીય ખાદ્યપદાર્થોના ભાવ આટલા ઊંચા કેમ છે. જ્યારે કેટલાક લોકોએ કટાક્ષ કરીને લખ્યું કે કમાણી પાઉન્ડમાં છે અને વસ્તુઓ ભારતીય રૂપિયામાં હોવી જોઈએ. બાય ધ વે, આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ માં લખો.