રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો હંમેશા ભારતીય કલાકારો માટે ખાસ રહ્યા છે અને દેશભરના કલાકારોને સન્માનિત કરતા આજે દિલ્હીમાં 68મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન દિલ્હી(Delhi) ખાતે આવેલ નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેસ્ટ એક્ટર(Best Actor)થી લઈને સિંગર સુધીના એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં સૌની નજર બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ(Actress)ના નામ પર ટકેલી હતી અને હવે આ નામ પણ સામે આવી ગયું છે. આ વર્ષે બે કલાકારોને આ એવોર્ડ મળ્યો છે. અજય દેવગન(Ajay Devgn) અને સાઉથ એક્ટર સુર્યા(Surya)ને 68મો નેશનલ ફિલ્મ બેસ્ટ એક્ટર નેશનલ એવોર્ડ(Award) મળ્યો છે.
અજય દેવગન અને સુરૈયાને એવોર્ડ મળ્યો…
અજય દેવગન અને સૂર્યાને 68માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અજય દેવગનને તેની ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ’ વોરિયર માટે આ એવોર્ડ મળ્યો છે. અજય દેવગન માટે તેની આ ફિલ્મ ઘણી રીતે ખાસ છે. તે અભિનેતાની કારકિર્દીની 100મી ફિલ્મ હતી, જેમાં અજય દેવગણે મરાઠા ઓળખ બતાવી હતી. આ ફિલ્મમાં અજય દેવગણ બહાદુર સુબેદાર તાનાજી માલુસરેની ભૂમિકા ભજવે છે, જેઓ મરાઠા સામ્રાજ્ય પર ફરીથી કબજો કરવા માટે નિર્દય મુઘલ સરદાર ઉદયભાન સિંહ રાઠોડ (સૈફ અલી ખાન) સામે લડે છે. આ ફિલ્મે 250 કરોડથી વધુની કમાણી કરી હતી.
સાઉથ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સુર્યાને વર્ષ 2020માં આવેલી તેમની સુપરહિટ ફિલ્મ સોરરાઈ પોટરુ એટલે કે ઉડાન માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આ બે દિગ્ગજ કલાકારોએ આ વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડમાં પોતાની છાપ છોડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.