‘બાદશાહનો પુત્ર બેકસુર’: મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનને NCBની ક્લિનચિટ- ન કોઈ સબુત, ન કોઈ ગવાહ

મુંબઈ(Mumbai)ના પ્રખ્યાત ક્રૂઝ ડ્રગ્સ કેસ(Cruise Drugs Case)માં શાહરૂખ ખાન(ShahRukh Khan)ના પુત્ર આર્યન(Aryan)ને મોટી રાહત મળી છે. NCBની ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ…

મુંબઈ(Mumbai)ના પ્રખ્યાત ક્રૂઝ ડ્રગ્સ કેસ(Cruise Drugs Case)માં શાહરૂખ ખાન(ShahRukh Khan)ના પુત્ર આર્યન(Aryan)ને મોટી રાહત મળી છે. NCBની ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે NDPS કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. ડ્રગ્સના કેસમાં આર્યન સામે કોઈ પુરાવા મળ્યા નથી.

મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટને ક્રૂઝ ડ્રગ્સ કેસની ચાર્ટશીટમાં ક્લીનચીટ મળી નથી. બંનેનો ડ્રગ્સ કેસમાં આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરબાઝ મર્ચન્ટ સ્ટાર કિડ આર્યન ખાનનો મિત્ર છે. ચાર્ટશીટમાં 6 લોકો સામે કોઈ પુરાવા ન હોવાનું લખવામાં આવ્યું છે. આર્યન ખાન, અવિન સાહુ, ગોપાલ જી આનંદ, સમીર સૈઘન, ભાસ્કર અરોરા, માનવ સિંઘલ એવા લોકોમાં સામેલ છે જેમની વિરુદ્ધ પુરાવા મળ્યા નથી.

બાકીના 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેને ક્લીનચીટ મળી નથી. હવે આ 14 લોકો સામે કેસ ચલાવવામાં આવશે. જે 14 લોકો સામે આરોપ ઘડવામાં આવ્યા છે તેમાં અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, વિક્રાંત છોકર, મોહર જયસ્વાલ, ઈસ્મીત સિંહ ચઢ્ઢા, ગોમિત ચોપરા, નુપુર સતીજા, અબ્દુલ કાદર શેખ, શ્રેયસ નાયર, મનીષ રાજગડિયા, અચિત કુમાર, ચિન્દુ ઈગ્વે, શિવરાજ હરિજનનો સમાવેશ થાય છે.

2 ઓક્ટોબર 2021ના રોજ, NCB દ્વારા કોર્ડેલિયા ક્રુઝ જહાજ પર દરોડા પાડવામાં આવ્યા હતા. NCBને ક્રુઝ શિપ પર રેવ પાર્ટીની માહિતી મળી હતી. આ પછી ક્રુઝ શિપમાંથી આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પકડાયેલા લોકો અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાન 28 દિવસ જેલમાં રહ્યો હતો. શાહરૂખ ખાન અને તેની લીગલ ટીમે પુત્રને છોડાવવા માટે આખી જીંદગી લગાવી દીધી હતી.

NCBએ આર્યન પર આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સનો વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, એનસીબી દ્વારા આર્યન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું ન હતું. એનસીબીને આર્યનના મિત્ર અરબાઝ મર્ચન્ટ પાસેથી ડ્રગ્સ મળ્યું હતું. આર્યન ખાનની ધરપકડ બાદ તેને NCB કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ઘણા દિવસો સુધી આર્થર રોડ જેલમાં રહ્યો. આ દરમિયાન તેની જામીન અરજી વારંવાર નામંજૂર થતી રહી હતી. આર્યન ખાનને ઘણી મહેનત બાદ 30 ઓક્ટોબરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *