7.2ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઊઠ્યું મોરક્કો: 296 લોકોના મોતથી બની ગયું કબ્રસ્તાન- જુઓ ખોફનાક મંજરના દ્રશ્યો

Published on Trishul News at 1:19 PM, Sat, 9 September 2023

Last modified on September 9th, 2023 at 1:19 PM

7.2 Magnitude Earthquake In Morocco: ઉત્તર આફ્રિકાના દેશ મોરોક્કોમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. આંચકા એટલા જોરદાર હતા કે, અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી.(7.2 Magnitude Earthquake In Morocco) યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ઉત્તર આફ્રિકામાં છેલ્લા 120 વર્ષમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે.

રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. ભૂકંપના કારણે થયેલી તબાહીની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મોરોક્કોના મારકેશ શહેરમાં વિનાશથી સ્થાનિક લોકોના મનમાં ગભરાટ ફેલાયો છે. સમાચાર એજન્સી એફપીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે અત્યાર સુધીમાં કુલ 632 લોકોના મોત થયા છે અને 329 લોકો ઘાયલ થયા છે. હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે.

શક્તિશાળી ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. મોરોક્કોમાં તબાહીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે, ‘કેવી રીતે ભૂકંપના કારણે આખી ઈમારત જમીન પર ધસી ગઈ હતી.’

મોરોક્કોના મરાકેશ શહેરમાં પ્રખ્યાત જામા અલ ફના સ્ક્વેર પાસે બનેલી મસ્જિદ ભૂકંપના કારણે ધરાશાયી થઈ ગઈ. આ મસ્જિદ જ્યાં બનાવવામાં આવી હતી તે સ્થળ શહેરના વ્યસ્ત વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે. ભૂકંપના કારણે મસ્જિદનો મુખ્ય ભાગ પડી ગયો હતો.

ભૂકંપના કારણે ઇમારતો ધરાશાયી થતાં આસપાસના વિસ્તારો ધુમાડામાં લપેટાઇ ગયા હતા. સ્થાનિક લોકો તેમના ઘરની બહાર દોડતા અને ચીસો પાડતા જોવા મળ્યા હતા.

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મરાકેશ શહેરથી લગભગ 75 કિલોમીટર દૂર હતું.

મોરોક્કોમાં છેલ્લા 120 વર્ષમાં આવો ભૂકંપ આવ્યો નથી. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. તેઓ પોતાના ઘરે પાછા જતા ડરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોએ રસ્તાના કિનારે રાત વિતાવી હતી.

ઈમારતો ધરાશાયી થવાને કારણે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. તે જ સમયે કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પણ આગળ આવી રહ્યા છે.

PM Modiએ વ્યક્ત કર્યુ દુ:ખ 
સોશિયલ મીડિયા પર ભૂકંપ બાદના અનેક વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં ઈમારતોના કાટમાળ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપમાં હમણા સુધી 628 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની શક્યતા છે. ભૂકંપના આવા તીવ્ર આંચકા શહેરમાં અસામાન્ય માનવામાં આવે છે. છેલ્લા 120 વર્ષમાં આ વિસ્તારમાં આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો નથી. આ પહેલા શહેરમાં જેટલા પણ ભૂકંપ આવ્યા છે તે શહેરના પૂર્વ વિસ્તારોમાં આવ્યા છે.

Be the first to comment on "7.2ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઊઠ્યું મોરક્કો: 296 લોકોના મોતથી બની ગયું કબ્રસ્તાન- જુઓ ખોફનાક મંજરના દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*