ગુજરાત માટે 7 દિવસ અતિભારે, આજે સુરત-ભરૂચ રેડ ઝોનમાં: એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનો ભય

Gujarat Heavy Rain: ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર(Gujarat Heavy Rain) આવ્યા હતા. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.જેમાં સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરૂ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતથી આ ડીપ્રેશનની એન્ટ્રી થઈ હતી. જેની અસરથી સુરત, નવસારી, વલસાડમાં પૂર જેવો વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર માટે પણ આગામી 48 કલાક ખુબ જ ભારે છે. સૌરાષ્ટ્ર માટે હવામન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાંચથી 7 ઇંચ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ
હાલ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે હજુ પણ દક્ષિણ ગુજરાતને મૂશળધાર વરસાદની કોઇ રાહત મળવાની શકયતાઓ નથી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ખુબ જ ભારે રહેશે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનતા જશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંબાવના છે.