મોટી દુર્ઘટના… કુદરતના કહેરથી સાત લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ

તોફાની પવન-વરસાદને કારણે 7 લોકોના મોત થયા હોવાની દર્દનાક દુર્ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર(Maharashtra)માં અકોલા(Akola)ના પારસમાં રવિવારના રોજ એક જૂનું ઝાડ ટીન શેડ પર પડતાં ઓછામાં ઓછા સાત લોકોના મોત(7 people died) થયા હતા અને લગભગ 30 લોકો ઘાયલ(30 people injured) થયા હતા. અકોલાના કલેક્ટર નીમા અરોરાએ જણાવ્યું હતું કે, શેડ નીચે એક જૂનું ઝાડ પડ્યું ત્યારે લગભગ 40 લોકો હાજર હતા.

કલેક્ટર અરોરાએ જણાવતા કહ્યું છે કે, “શેડની નીચે લગભગ 40 લોકો હાજર હતા, જેમાંથી 36 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ચારને મૃત લાવવામાં આવ્યા હતા.” “બાદમાં મૃત્યુઆંક વધીને સાત થયો અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

નાયબ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ઊંડી શોક વ્યક્ત કર્યો છે. ડેપ્યુટી સીએમ ફડણવીસે ટ્વિટર પર કહ્યું કે, અકોલા જિલ્લાના પારસમાં ધાર્મિક કાર્યક્રમ માટે ટીન શેડ નીચે ઉભેલા કેટલાક લોકો પર ઝાડ પડવું તે ખૂબ જ દુઃખદાયક છે. આ ઘટનામાં કેટલાક શ્રદ્ધાળુઓના મોત થયા હતા. હું પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.એવું કહેવામાં આવી રહ્યું છે કે અકોલા જિલ્લાના પારસમાં ધાર્મિક સમારોહ માટે કેટલાક શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા.

ડેપ્યુટી સીએમએ કહ્યું કે, કલેક્ટર અને પોલીસ અધિક્ષકે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ઘાયલોની સમયસર સારવાર સુનિશ્ચિત કરવા માટે સંકલન કરી રહ્યા છે. અમે તેમની સાથે સતત સંપર્કમાં છીએ. ઘાયલોની સારવાર વિશે વાત કરતા ફડણવીસે લખ્યું, “કેટલાક ઘાયલોને જિલ્લા જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જેઓને નાની ઈજાઓ છે તેમને બાલાપુરમાં સારવાર આપવામાં આવી રહી છે.”

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *