Bijnor Accident: ઉત્તર પ્રદેશના બિજનૌરમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ટેમ્પો અને કાર વચ્ચે જોરદાર અથડામણમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામ મૃતકો એક જ પરિવારના (Bijnor Accident) હોવાનું કહેવાય છે. મૃતકોમાં એક નવપરિણીત યુગલનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં વર-કન્યાનું મોત થયું હતું.
નવપરણિત યુગલ સહીત 7નાં મોત
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ધામપુર પોલીસ સ્ટેશનના નેશનલ હાઈવે-74ના ફાયર સ્ટેશન પાસે બની હતી. બિજનૌરના ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક માર્ગ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે તિબરી ગામમાં રહેતા પરિવારના સભ્યો એક ટેમ્પોમાં મુરાદાબાદથી જઈ રહ્યા હતા. છોકરાના લગ્ન બાદ પરિવારના છ સભ્યો ઝારખંડથી તેમના ગામ આવી રહ્યા હતા.
દરમિયાન મોડી રાત્રે એક ટેમ્પો કાર સાથે અથડાઈ હતી. જોરદાર અથડામણ બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા છ લોકોના મોત થયા હતા જ્યારે ટેમ્પો ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે દાખલ કરાયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 65 વર્ષનો ખુર્શીદ, તેનો પુત્ર વિશાલ 25 વર્ષ, નવી વહુ ખુશી 22 વર્ષ ઉપરાંત પત્ની મુમતાઝ 45 વર્ષ, દીકરી રૂબી 32 વર્ષ અને બુશરા 10 વર્ષનો સમાવેશ થાય છે. વિશાલ અને ખુશીના લગ્ન બાદ પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઝડપથી આવી રહેલી કારે થ્રી વ્હીલર ટેમ્પોને જોરથી ટક્કર મારી હતી. જે બાદ અફરાતફરી મચી ગઈ હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જે બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App