ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે એ આજે દરેક લોકો માને છે. એનું એક માત્ર કારણ છે કે અઠવાડિયામાં ચાર થી પાંચ દારૂ સબંધિત ફરિયાદ આવતી જ રહે છે. જો ગુજરાતમાં નેતાઓ પણ દારૂ વગર ચાલવી ણા શકતા હોય તો સામાન્ય જનતાની તો વાત જ ક્યાંથી ઉભી થાય. અત્યારે પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના અનુસાર 5 યુવતીઓ સાથે 12 ડોકટરો દારૂની મહેફિલમાં પકડ્યા છે.
વાઘોડિયાની પ્રાઈવેટ મેડિકલ કોલેજમાં ભણતા 12 રેસિડેન્ટ ડોકટરોને દારુની મહેફિલ માણતા પોલીસે આજે વહેલી સવારે ઝડપી લીધા હતા. તમામ ડોક્ટરોની પાર્ટી ચાલી રહી હતી ત્યારે જ વડોદરા ગ્રામ્ય પોલીસે દરોડો પાડી તેમના રંગમાં ભંગ પાડ્યો હતો. વાઘોડિયા પોલીસ સ્ટેશનના PSI એ.જે.પરમારે જણાવ્યું હતું કે, દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, તા. વાઘોડિયા ખાતે અભ્યાસ કરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસ તપાસમાં તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પીધેલા હોવાનું જણાઇ આવ્યું હતું.
સુમનદીપ વિદ્યાપીઠમાં મેડિકલનો અભ્યાસ કરતા 7 વિદ્યાર્થીઓ અને 5 વિદ્યાર્થિનીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે વ્હાઇટ વોકર ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-2, બ્લેક ડોગ બ્લેક રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, બ્લેક ડોગ ત્રિપલ હોલ્ડ રિઝર્વ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, ટીચર્સ હાઇલેન્ડ ક્રીમ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, વેટ 69 ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ-1, પાણીની બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, 10 મોબાઇલ તેમજ જૈનમ મહેતાની કાર અને અંશુલ ગુપ્તાની કાર મળીને કુલ રૂપિયા 9,55,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દારૂની મહેફિલમાં પકડાયેલા સુમનદીપ વિદ્યાપીઠના 12 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના નામ
(1) ડો.કિર્તન જગદીશભાઇ પટેલ (રહેવાસી: 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, આમોદર, મૂળ રહે. એ, 27, ન્યુ નિકીતા પાર્ક સોસાયટી, ઘાટલોડીયા, અમદાવાદ)
(2) જૈનમ વિપુલભાઇ મહેતા (રહેવાસી: 112, શ્યામલ કાઉન્ટી સોસાયટી, મૂળ રહે. એફ.04, રાજધાની એપાર્ટમેન્ટ, મેમનનગર, અમદાવાદ)
(3) કોશી જોસેફ (રહેવાસી: રૂમ નંબર-92, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, પીપળીયા, વાઘોડિયા)
(4) અંશુલ રાજેશભાઇ ગુપ્તા (રહેવાસી: રૂમ નં. 411, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ દિલ્હી)
(5) રૂચીત પરાગભાઇ શાહ (રહેવાસી: એ-501, અનંતા આસ્થા સોસાયટી, આમોદર, વાઘોડિયા, મૂળ-મકાન નં.43, મણીરત્ન વિભાગ-1, અમદાવાદ)
(6) ગણેશ શિવઅન્ના (રહેવાસી: 163, બોયઝ હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, વાઘોડિયા, મૂળ-તામીલનાડુ)
(7) અંકુલ મુકેશભાઇ ચંદ્રા-અભ્યાસ (રહેવાસી:. 115, પવલેપુર, વાઘોડિયા મુળ-ઉત્તરપ્રદેશ)
(8) હર્ષિતા અભયભાઇ કોઠારી અભયભાઇ કોઠારી-અભ્યાસ (રહેવાસી: વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ મુળ રહે. મધ્યપ્રદેશ)
(9) ચેતના મોહનભાઇ દુહાન (રહેવાસી: વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(10) પલ્લવી સરોજભાઇ કુમાર (રહેવાસી: વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. ન્યુ દિલ્હી)
(11) સરણીતા એડવર્ડ જોન્સન (રહેવાસી: વામા હોસ્ટેલ, સુમનદીપ હોસ્પિટલ, મુળ રહે. તામિલનાડુ)
(12) સોવીયા સુખરાજ ગીલ (રહેવાસી: વામા હોસ્ટેલ, સુમનદીપ વિદ્યાપીઠ, મુળ રહે. અમૃતસર-પંજાબ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news