આજ સુધીના લોકસભાના ઈતિહાસમાં આજે જે બનાવ બન્યો તે નથી બન્યો. લોકસભામાં કાર્યવાહી દરમ્યાન હોબાળો મચાવનારા કોંગ્રેસ પાર્ટીના 7 સાંસદોને સ્પીકર ઓમ બિરલાએ સસ્પેન્ડ કરી દીધા છે. સ્પીકર ઓમ બિરલાની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંસદીય કાર્યબાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કોંગ્રેસ સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને ગૃહમાં ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો છે. લોકસભાની કાર્યવાહી સંભાળી રહેલા મીનાક્ષી લેખીએ જણાવ્યું કે કોંગી સભ્યો દ્વારા અધ્યક્ષની પીઠ પરથી બળજબરીપૂર્વક કાગળો ઝૂંટવી લેવા અને ત્યાર બાદ તેને ઉછાળવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના પહેલી વખત બની છે.
હાલ તમે જાણી રહ્યા છો કે ભારતમાં કોરોના ખુબ ઝડપથી પ્રસરી રહ્યો છે ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને રાજ્યસભામાં કોરોના મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે ભારતમાં કોરોનાના જેટલા પણ કેસ આવ્યા છે તે તમામ દર્દીને વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હર્ષવર્ધને જણાવ્યું છે કે દેશમાં અત્યાર સુધી કોરોનાના 29 કેસની પુષ્ટિ થઇ છે. આરોગ્યમંત્રીએ આ લોકસભામાં પ્રતિક્રિયા આપ્યા બાદ રાજ્યસભામાં હોબાળો થઈ ગયો અને વિપક્ષે જોરદાર હંગામો કર્યો છે. જેના પગલે સભાપતિ નારાજ થયા છે. હંગામાને કારણે તેમને રાજ્યસભાના સદનને સ્થગિત કરી દીધું છે.
લોકસભામાં સભાપતિ પાસેથી પત્ર લઈ લેવાતાં કોંગ્રેસના ગૌરવ ગૌગાઈ સહિત 7 સાંસદોને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવાયા છે. લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે પીઠાસીન સભાપતિ મીના લેખી જ બોલી રહ્યાં હતા ત્યારે કોંગ્રેસના કેટલાક સાંસદોએ સભાની કાર્યવાહી સંબંધિત કેટલાક કાગળો અધ્યક્ષના ટેબલ પરથી ઉઠાવી ફેંકી દીધા હતા. સંસદિય ઇતિહાસમાં આ પ્રકારનું આચરણ પહેલાવાર થયું છે.
આ ચોંકાવનાર ઘટના બાદ સ્પીકરે કોંગ્રેસ પાર્ટીના સાંસદ ગૌરવ ગૌગાઈ, ટીએન પ્રતાપન, રાજામોહન ઉન્નીથન, મણિકમ ટૈગોર, બેની બેહન, ડીન કુરીકોસ અને ગુરૂજિત સિંહને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારબાદ સ્પીકરે સદનની કાર્યવાહી આવતીકાલના 11 વાગ્યા સુધી મુલ્તાવી રાખી હતી. લોકસભાના સત્ર સુધી કોંગ્રેસના 7 સાંસદો સસ્પેન્ડ થતાં આવતીકાલે પણ લોકસભામાં હોબાળો મચે તેવી પૂરી સંભાવના છે. લોકસભામાં આજે મોદી સરકાર વિરોધી સતત નારા લાગતાં લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી.
રાજસ્થાનના RLP સાંસદ હનુમાન બેનીવાલે કોરોના વાયરસને લઇને ગાંધી પરિવાર પર ટિપ્પણી કરતા લોકસભામાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોરોના વાયરસ પરની ચર્ચા દરમ્યાન હનુમાન બેનીવાલે જણાવતા કહ્યું હતું કે કોરોના વાયરસના 29 દર્દીઓ સામે આવ્યા છે જે પૈકી મોટા ભાગના દર્દીઓ ઇટલીથી આવેલા છે. આથી ગાંધી પરિવારની પણ તપાસ થવી જોઇએ કે ક્યાંક તેઓ પણ કોરાનાથી પીડિત તો નથી ને. બેનીવાલે કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ચકાસણી કરાવવી જોઇએ તેમજ તેમના ઘરે પણ તપાસ કરાવવી જોઇએ. જો કે સભાપતિએ બેનીવાલના આ નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.