ગુજરાતમાં મોતનું તાંડવ: રાજકોટમાં 72 કલાકમાં 7 લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, જાણો વિગતે

Rajkot Heart Attack: રાજકોટમાં 72 કલાકમાં હાર્ટ એટેકથી સાત લોકોના મોત થયા છે. હાર્ટ એટેકના કારણે રાજકોટ શહેર અને જિલ્લામાં સાત લોકોના મૃત્યુ નિપજ્યા છે, આ સિવાય કોઠારીયા, ગાંધીગ્રામ, શાપર,વેરાવળમાં પણ હાર્ટ એટેકથી મોત (Rajkot Heart Attack) થયાના સમાચાર સામે આવ્યા છે. બેલનાથપરા સહિતના વિસ્તારમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. હાર્ટ એટેકથી મોટાભાગે 50થી 60 વર્ષીય લોકોના મોત થયા છે. જો કે અપવાદમાં આ પૈકી એકની ઊંમર 35 વર્ષ છે.

નાની ઊંમરના લોકોને આવે છે હાર્ટ એટેક
આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકના કેસ છે તે વધી રહ્યા છે અને તેને કારણે મોત નિપજી રહ્યા છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છેલ્લા 72 કલાકમાં કુલ સાત જેટલા લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.

જે લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમાં મોટાભાગના લોકો 50થી 60 વર્ષની ઉંમર ધરાવતા લોકો છે. પાંચ જેટલા પુરુષ અને એક મહિલાનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. આ જે સાત જેટલા લોકોના મોત નિપજ્યા છે તેમાં એક જે વ્યક્તિ છે શૈલેષ બારૈયા.

તેમની ઉંમર માત્ર 35 વર્ષ છે અને તેને હાર્ટ એટેક આવવાના કારણે તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો 50થી 60 વર્ષના લોકોમાં હાર્ટ એટેકનું વધતું જોખમ અને રાજકોટમાં જે હાર્ટ એટેકના બનાવ બન્યા છે તે ચિંતાનો વિષય બન્યા છે. કારણ કે 72 જ કલાકમાં સાત લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે.

હાર્ટ એટેકના અનેક કારણો
આજકાલ આપણે નાની ઉંમરમાં પણ મોટા હાર્ટ એટેકના કિસ્સાઓ જોતાં, વાંચતા અને સાંભળતા રહીએ છીએ. ફાસ્ટફૂડના જમાનામાં આપણી જીવનશૈલી બદલાઈ છે જેને કારણે હ્રદય પર જોખમ વધી ગયુ છે અને આ સ્મસ્યા આપણા રાજ્ય કે દેશની જ નથી બલકે આંકડાઓ કહે છે કે વિશ્વભરમાં 6.4 કરોડથી વધુ લોકોને હાર્ટ ફેલિયરની અસર થઈ છે. હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને કોરોનરી આર્ટરી ડિસીઝ એ હૃદયની સમસ્યાઓના મુખ્ય કારણો છે.