ભયંકર અકસ્માત 7 ને ભરખી ગયો; શુકલતીર્થ યાત્રાએ જતી ઇકો જબુંસર નજીક​​​​​​​ ટ્રકમાં ઘૂસી જતાં સાતના મોત, ત્રણ ગંભીર

Bharuch Accident: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ભરૂચના જંબુસરના મગણાદ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યાં છે. તેમજ કારમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને આ તમામ લોકોને તાત્કાલિક સારવાર (Bharuch Accident) અર્થે વડોદરા ખસેડાયા છે. રસ્તા પર ઉભેલી ટ્રક સાથે કાર અથડાઈ જતા આ દુર્ઘટના બની હતી.

આ અકસ્માતમાં 7 લોકોના થયા મોત
ભરૂચના જંબુસરના મગણાદ નજીક અકસ્માતમાં હાઇવે રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતાં 6 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે ચાર લોકને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા છે. દુર્ઘટના મોડીરાત્રીના પોણા અગિયાર વાગ્યે બની હતી. ગંભીર રીતે ઘવાયેલા ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા હોસ્પિટલ લઇ જવાયા છે. હાલ ચાર ઈજાગ્રસ્તોમાંથી સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો.

કારનો કુરચો વળી ગયો
જંબુસરના પાંચ કડા ગામના પરિવાર ભરૂચ જઇ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત નડ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી ઇકો કાર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.જેને 5 લોકોનો ભોગ લીધો.

કારમાં કુલ 10 લોકો સવાર હતા.મૃતકોમાં 2 મહિલા, 3 પુરુષ અને બે બાળકીનો સમાવેશ થાય છે. મૃતકો વેદચ, સાંભા પાંચકડા અને ટંકારી ગામના હતા. આ બંને પરિવાર ભરૂચના શુકલતીર્થ ગામે મેળામાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઇકો કારનું પતરું ચીરી લોકોને બહાર કઢાયા હતા.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત
નીધી ગણપત રહે,ટંકારી બંદર
ગણપત રમેશભાઈ રહે, ટંકારી બંદર
અરવિંદ રયજીભાઈ રહે વેડચ

અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના નામની યાદી
કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે,અલાદાર તા. વાગરા
સપનાબેન જયદેવ ગોહિલ
જયદેવ ગોવિંદભાઇ ગોહિલ બંને રહે,પાચકડા
હંસા અરવિંદ જાદવ રહે વેડચ
સંધ્યા અરવિંદ જાદવ રહે, વેડચ
વિવેકકુમાર ગણપત પરમાર રહે ટંકારી બંદર
મિતલ ગણપતભાઇ, રહે ટંકારી બંદર