Haryana Accident: હરિયાણાના જીંદમાં હિસાર-ચંદીગઢ હાઈવે પર બિધરાના ગામ પાસે સોમવાર-મંગળવારની મોડી રાત્રે લગભગ 1 વાગ્યે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 8 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 8 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોની સારવાર(Haryana Accident) ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રકે ટાટા મેજિકને ટક્કર મારી હતી જે આગળ વધી રહી હતી. જે બાદ મેજિક રસ્તાના કિનારે પલટી ગયો. ટાટા મેજિકમાં મુસાફરી કરી રહેલા 8 શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત થયા છે.
મરણચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે:
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે પ્રારંભિક તપાસમાં જણાવ્યું કે કુરુક્ષેત્રના મરચેડી ગામના લગભગ 15 લોકો સોમવારે સાંજે રાજસ્થાનના ગોગામેડી ધામની મુલાકાત લેવા માટે ટાટા મેજિકમાં મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિના 12.30 વાગ્યાના સુમારે તેઓ બિધરણા ગામ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે ટક્કર મારી હતી,
આ અકસ્માતમાં મેજિક અસંતુલિત બનીને રસ્તાની બાજુના ખાડામાં પલટી ગયો હતો અને લોકો એક-બીજા નીચે દટાઈ ગયા. નજીકના વાહનોએ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રસ્તા પર અંધારપટના કારણે લોકોના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ત્યાર બાદ પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાઃ
પોલીસે જણાવ્યું કે જ્યારે પોલીસ માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં શ્રદ્ધાળુઓના વાસણો અને ખાદ્ય સામગ્રી વેરવિખેર પડી હતી. જ્યાં લોહીથી લથબથ હાલતમાં લોકો દર્દથી ત્રાહિમામ પોકારી ગયા હતા. સ્થળ પર એક પછી એક 7 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. લોકોને તાત્કાલિક નરવાના સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે 8 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાકીના ઘાયલોને સારવાર માટે હિસારની અગ્રોહા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ થઈ:
પોલીસે મૃતકની ઓળખ જાહેર કરી છે. મૃત્યુ પામેલાઓમાં રૂકમણી કામિની, તેજપાલ, સુરેશ, પરમજીત, મુક્તિનો સમાવેશ થાય છે. આ તમામની ઉંમર 35 થી 55ની આસપાસ હોવાનું કહેવાય છે. જ્યારે એક મૃતકની ઓળખ થઈ શકી નથી. હાલ પોલીસે ટ્રકનો કબજો મેળવી લીધો છે. વધુ તપાસ હજુ ચાલુ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App