Gomti River News: દ્વારકાની ગોમતી નદીમાં જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો (Gomti River News) અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે.
સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો
બપોરે સાત લોકો નહાવા માટે ઉતર્યા હતા. જેમાં સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 4 યુવક અને 3 યુવતીઓ મળી કુલ 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા. આ 7 લોકો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર આ પ્રવાસીઓ જામનગરના હોવાનું આવ્યું સામે આવ્યું છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્કયુ કરેલ ત્રણ યુવતીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે.
છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની
ગોમતીઘાટમાં છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે. જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા જોકે સુરક્ષાકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક ઘટના 21 મે ના રોજ બની હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાં પાટણના મામા-ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App