America Bus Accident: શનિવારે સવારે અમેરિકાના મિસિસિપીમાં ઇન્ટરસ્ટેટ રૂટ 20 પર બસ પલટી જતાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય 37 લોકો ઘાયલ(America Bus Accident) થયા હતા. આ માહિતી આપતા મિસિસિપી હાઈવે પેટ્રોલે જણાવ્યું કે અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, વોરેન કાઉન્ટીમાં બોવિના પાસે બસ હાઈવે પરથી લપસીને પલટી ગઈ હતી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં 37 મુસાફરો ઘાયલ થયા છે
વોરેન કાઉન્ટીના કોરોનર ડગ હસ્કીએ જણાવ્યું હતું કે મૃતકોમાં છ વર્ષનો છોકરો અને તેની 16 વર્ષની બહેનનો સમાવેશ થાય છે. બંનેની ઓળખ તેમની માતાએ કરી છે. તેમણે કહ્યું કે અધિકારીઓ બાકીના મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 37 ઘાયલ મુસાફરોને વિક્સબર્ગ અને જેક્સનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કરનાલના યુવકનું મોત
આપને જણાવી દઈએ કે હાલમાં જ હરિયાણાના કરનાલના અમૃતપાલ સિંહનું અમેરિકામાં રોડ અકસ્માતમાં મોત થયું હતું. અમૃતપાલ તેની પત્ની સાથે સેક્રામેન્ટો વિસ્તારમાં રહેતો હતો. તે અહીં ટ્રક ચલાવતો હતો. ઘટના બાદ ઘરમાં શોકનો માહોલ છે.
જોકુ આવી જતા થયો અકસ્માત
મળતી માહિતી મુજબ, અમૃતપાલ કરનાલના જલમાના વિસ્તારના થજધા માજરા ગામનો રહેવાસી હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 21 ઓગસ્ટના રોજ તે પોતાના સાથી ડ્રાઈવર સાથે ટ્રકમાં કામ પરથી જઈ રહ્યો હતો. આ દરમિયાન સાથી ચાલકને અચાનક ઉંઘ આવી ગઈ, જેના કારણે ટ્રક કાબુ બહાર જઈને ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં અમૃતપાલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પાછળથી તેનું મોત થયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App