સુરતમાં ગેરકદાયેસર પાંચ માળની બિલ્ડિંગ બેસી ગઈ; દુર્ઘટનામાં 6 પુરુષ અને 1 મહિલા સહિત 7ના મોત, કોનો વાંક?

Surat Building Collapse: ગઇકાલે સુરતમાં પાંચ માળની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી પાંચ માળની બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં(Surat Building Collapse) મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કશિશ શર્મા નામની મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો જે હાલ સારવાર હેઠળ છે. રેસ્ક્યૂ ઓપરેશન 15થી 16 કલાક ચાલ્યું હતું.

સાત મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
સુરતના ક્રિષ્ના નગરમાં શનિવારે છ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં દરમિયાન અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. આ દરમિયાન, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં સાત મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક વધી શકે છે. કાટમાળ નીચે છથી સાત લોકો દટાયા હોવાની આશંકા છે.

આ લોકો મોતને ભેટ્યા
મળતી વિગતો મુજબ, ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકોના મૃતદેહોને નવી સિવિલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં હીરામણ કેવટ, અભિષેક કેવટ, સાહિલ ચમાર,શિવપૂજન કેવટ, પરવેશ કેવટ, બ્રિજેશ ગૌડના નામ સામે આવ્યા છે. માત્ર 5 વર્ષની અંદર બનાવવામાં આવેલ બિલ્ડીંગ એકાએક ઘસી પડતા કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે.તો બીજી તરફ કશિશ શ્યામ વર્મા ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા છે.

બિલ્ડીંગને 2017માં જ બનાવવામાં આવી હતી
બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. આ બિલ્ડીંગને 2017માં જ બનાવવામાં આવી હતી, ત્યારે 7 વર્ષના જેટલા સમયગાળામાં જ બિલ્ડીંગ ધરાશાયી થતા હવે તેની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ જવાબદાર સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ હાથ ધરી દેવાઈ છે.

દુર્ઘટમાં મૃતકોના નામ
હીરામડી કેવટ, અભિષેક, વ્રજેશ હીરાલાલ ગોડ, શિવપૂજન શોખીલાલ કેવટ, અનમોલ ઉર્ફે સાહિલ શાલીગ્રામ, હરિજન, પરવેજ શોખીલાલ કેવટ, લાલજી બમભોલી

પોલીસે શું કહ્યું?
સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, પોલીસને ઈમારત ધરાશાયી થયાની 5 મિનિટ બાદ માહિતી મળી હતી. ઉચ્ચ અધિકારીઓ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ 30 ફ્લેટની સ્કીમ હતી. તેમાં 5 થી 6 પરિવારો રહેતા હતા. અલગ અલગ જગ્યાએ કામ કરતા અન્ય મજૂરો પણ ત્યાં રહેતા હતા. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી એક મહિલાને બહાર કાઢી છે. ચોકીદારનું કહેવું છે કે બિલ્ડિંગમાં 5-6 લોકો હતા. બચાવ કાર્ય હજુ ચાલુ છે. એફએસએલની ટીમ પહોંચી છે. તપાસમાં જે પણ બેદરકારી જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.