સુરતમાં 70 રત્નકલાકારોને ઝેરી દવાની અસર: પાણી પીધા બાદ તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

Surat Jewelers News: સુરતમાંથી હચમચાવી નાખતા સમાચાર સામે આવી રહ્યા છે. રત્નકલાકરોના માથે ફરીથી આફતનો પહાડ તૂટી પડ્યો છે.કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ (Surat Jewelers News) બિલ્ડીંગમાં આવેલી નઓફ જેમ્સ નામની કંપનીમાં ચોંકાવનારી ઘટના બની છે.

જેમાં 50થી વધુ રત્નકલાકરોએ ઝેરી દવાવાળું પાણી પી લેતા તેઓની તબિયત લથડી છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા છે.પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી.

50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી
સુરતના કપોદ્રામાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.