થાઈલેન્ડ (Thailand) શ્રેષ્ઠ મસાજ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલમાં જ ત્યાંના એક મસાજ પાર્લર (Massage Parlor) માં એવી ઘટના બની છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. જો કે આ ઘટનાનું સત્ય શું છે તે જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. એક રીપોર્ટ અનુસાર, 70 વર્ષીય એક વ્યક્તિ ‘હેપ્પી એન્ડિંગ’ નામના મસાજ પાર્લરમાં ગયા હતા, અને ત્યાં મોત મળ્યું હતું.
ત્યારબાદ 39 વર્ષીય મિસ ઓરાયા તેને મસાજ કરવા માટે આવી, પરંતુ તેણે વૃદ્ધને સ્પર્શ કરતાં જ તેની તબિયત બગડવા લાગી. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. થાઈલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, તેમની એક ટીમ પટ્ટાયા શહેરના બેંગ લામુંગ સ્થિત એક મસાજની દુકાન પર પહોંચી. ત્યાં એક 70 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જેની ઓળખ બ્રિટનના રહેવાસી જોન સ્વેન તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મસાજ દરમિયાન તેનું મૃત્યુ થયું. જ્યારે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી, ત્યારે ત્યાં હાજર સ્વાસ્થ્ય કર્મચારીઓએ તેને મૃત જાહેર કર્યો. ઓરયાએ કહ્યું કે, હું મારું દરરોજની જેમ કામ કરી રહી હતી, અચાનક વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. થોડી વાર પછી તે હાંફવા લાગ્યા. આના પર તેણે મસાજ પાર્લરમાં હાજર અન્ય યુવતીઓને મદદ માટે બોલાવી.
થોડા સમય પછી, તેને લાગ્યું કે વૃદ્ધ વ્યક્તિના બચવાની કોઈ આશા નથી, તેથી તેણે તેના શરીરને રૂમાલથી ઢાંકી દીધું. જાણવા મળ્યું છે કે, જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ઘણી તપાસ હાથ ધરી પરંતુ કોઈ સબુત મળ્યું નહિ. જોકે થાઈલેન્ડ ખરાબ પ્રવુતિ માટે પ્રખ્યાત છે. જો કે હાલ અહીયાની પોલીસ તેની છબી સુધારવાના પ્રયત્નો કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.