દિવગંત ભાઇની ઇચ્છા પુરી કરવા ચાર ભાઈઓએ એકની એક બહેનની દીકરીનું 71 લાખનું મામેરું ભર્યું

હાલ રાજસ્થાન(Rajasthan)ના નાગૌર(Nagaur) જિલ્લામાં એક મામેરું ચર્ચામાં છે. અહીં, તેમના દિવગંત ભાઈની ઇચ્છા પૂરી કરવા માટે, 4 નાના ભાઈઓ દ્વારા તેમની એક બહેનની પુત્રી(Sister’s daughter)ના લગ્નમાં 71 લાખ રૂપિયાનું મામેરું કારવામાં આવ્યું છે. ભાઈઓએ બહેનને 51 લાખ રૂપિયા રોકડા, 2.5 તોલા સોનું અને એક કિલો ચાંદીના દાગીના અને અન્ય વસ્તુઓ ભેટમાં આપી. ભાણીઓ(Nieces)ના લગન્માં મામાઓએ બહેનને ત્યાં મામેરું ભર્યું હતું. મમરુને નાગૌર જિલ્લાના લાડનુ(ladnu) ગામમાં ભરવામાં આવ્યું હતું. ભાઇઓએ પોતાની બહેનને 500-500 રૂપિયાની નોટોથી સજાવીને ચુંદડી પણ ઓઢાડી હતી.

જણાવી દઈએ કે, પોતાના ભાણેજ કે ભાણીને લગ્ન પ્રસંગે મામાઓ દ્રારા આપવામાં આવતા ઉપહાર, ભેટને મામેરું, માયરા કે મોસાળું પણ કહેવામાં આવે છે. નાગૌર મામેરું ભરવા માટે પ્રસિદ્ધ છે. નાગૌરમાં દર વર્ષે કોઇને કોઇ આવું મામેરું ભરે છે જેની ચર્ચા થતી રહે છે.

ગયા વર્ષે ઓન ભાઇઓએ ગુણ ભરીને રૂપિયા આપીને બહેનને ત્યાં મામેરું ભર્યું હતું. તો આ વર્ષે લાંડનૂમાં 4 ભાઇઓએ 51 લાખ રોકડા અને 2.5 તોલા સોનાની આપેલી ભેટે સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે. નાગૌર જિલ્લામાં મામેરું ભરવાની એક અનોખી પરંપરા છે. પરંતુ, હવે સોશિયલ મીડિયાને કારણે તેની ચર્ચા વધી છે.

મળતી માહિતી મુજબ, નાગૌર જિલ્લાના લાડનૂં ગામમાં મંગળવારે 2 ભાણીઓના લગ્ન હતા. જેમાં 4 મામાઓએ ભેગા થઇને પોતાની બહેનના ઘરે મામેરું ભર્યું હતું અને જ્યારે મામા પરિવાર સાથે થાળીમાં નોટોના બંડલ, સોના-ચાંદી અને કપડાં લાવ્યા ત્યારે આ બધું જોઈને મહેમાનો પણ ચોકી ઉઠ્યા હતા. તો ભાઈઓનો પ્રેમ જોઈને બહેનની ખુશીનો પાર ન રહ્યો.

લાડનૂંમાં રહેતી સીતા દેવીની બે દીકરીઓ પ્રિયંકા અને સ્વાતિના લગ્ન 19 એપ્રિલ મંગળવારના રોજ થયા હતા. સીતા દેવી 5 ભાઈઓમાંથી એકની એક બહેન છે. જાણવા મળ્યું છે કે, સીતા દેવીના મોટા ભાઈ રામનિવાસનું 3 વર્ષ પહેલા મોત નીપજ્યું હતું. રામનિવાસ બહેન સીતા દેવી માટે એક એવું મામેરું ભરવા માંગતો હતો જેની ચર્ચા થાય.

મોટા ભાઈની ઈચ્છાને માન આપીને, 4 નાના ભાઈઓ સુખદેવ, મગનરામ, જગદીશ અને જેનારામ તેમના પરિવારો સાથે ત્યાં પહોંચ્યા. જાણવા મળ્યું છે કે, બહેન સીતા દેવીના લગ્ન માટે ભાઈઓ ઘણા વર્ષોથી પૈસા ભેગા કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *