મોડી રાત્રે બે સમુદાયો વચ્ચે ઘર્ષણ- મામલો એટલો ઉગ્ર બન્યો કે પોલીસને કરવો પડ્યો લાઠીચાર્જ

રાજસ્થાન(Rajasthan)ના જોધપુર(Jodhpur)માં મોડી રાત્રે ધ્વજ-લાઉડસ્પીકર પર થયેલો હંગામો હજુ થોભવાનું નામ નથી લઇ રહ્યો. સવારે ફરી પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે, જે બાદ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. જણાવી દઈએ કે સોમવારે રાત્રે જ જોધપુર શહેરના જલોરી ગેટ(Jalori Gate) ચોક પર ઈદની પૂર્વ સંધ્યાએ ભારે હંગામો થયો હતો. હવે ફરીથી પથ્થરમારો થયો છે, જે બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.

આ પહેલા પણ ઉપદ્ર્વીઓનો સામનો કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. સાવચેતીના પગલારૂપે સમગ્ર જિલ્લા અને શહેરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વાસ્તવમાં, વિવાદ શહેરના જાલોરી ગેટ ચોક પર સ્વાતંત્ર્ય સેનાની બાલ મુકુંદ બિસ્સાની પ્રતિમા પર ધ્વજ લગાવવા અને સર્કલ પર ઈદને લગતા બેનરોથી શરૂ થયો હતો. આ સિવાય રોષે ભરાયેલા લોકો ઈદની નમાજ માટે ચોકડી સુધી લાઉડસ્પીકર લગાવવા માટે એકઠા થયા હતા.

આ દરમિયાન હિંદુ લોકોએ નારા લગાવ્યા અને ઝંડા અને બેનરો હટાવ્યા. આ દરમિયાન તેનો વિરોધ પણ થયો હતો. ત્યારે બીજી બાજુ પણ સક્રીય બની અનેક વાહનોના કાચ તોડી ચોકડી પર તૂટી પડ્યા હતા. ત્યારબાદ પથ્થરમારો થયો હતો. ટોળાએ લાઉડસ્પીકર લગાવ્યા હતા. અહીં પોલીસે ઉપદ્ર્વીઓને કાબૂમાં લેવા માટે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો.

પોલીસે 4 મીડિયાકર્મીઓ પર લાકડીઓ વરસાવી:
અહેવાલ મુજબ, ઘટનાને કવર કરનાર મીડિયાકર્મીઓ પણ પોલીસના રોષનો શિકાર બન્યા હતા. પોલીસકર્મીઓએ 4 મીડિયાકર્મીઓને માર માર્યો હતો. હાલ સમગ્ર શહેરમાં વાતાવરણ તંગ છે. પોલીસે તહેવારોને સાંપ્રદાયિક સૌહાર્દ સાથે ઉજવવા અપીલ કરી છે.

ઈન્ટરનેટ સેવાઓ બંધ:
હિંસક અથડામણને જોતા, જિલ્લા વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. જોધપુરના ડિવિઝનલ કમિશનર હિમાંશુ ગુપ્તાએ જારી કરેલા આદેશમાં સમગ્ર જોધપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *