વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર 72 કિલોની કેક કાપી કરવામાં આવી અનોખી ઉત્સાહભેર ઉજવણી- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)નો આજે જન્મદિવસ(Birthday) છે ત્યારે તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે જિલ્લા ભાજપ(BJP) સંગઠન દ્વારા ઇટળવા(Italva)માં બી.આર.ફાર્મ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવ પટેલ(Agriculture Minister Raghav Patel) ની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇટળવા ખાતે આવેલા બી.આર ફાર્મમાં જિલ્લાના તમામ ભાજપ સંગઠનના આગેવાનો નગરસેવકો તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ૧૧ જેટલી સેવાકીય પ્રવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન જરૂરિયાત મંદ લોકો ને કીટ વિતરણ, નોટબુક વિતરણ,ભોજન વિતરણ, વૃક્ષારોપણ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71માં જન્મદિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઇ રહી છે જેના ભાગરૂપે નવસારીમાં પણ અનેક સામાજિક સંગઠને પોતાના રીતે અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે વહીવટી તંત્રએ પણ જન્મ દિવસને યાદગાર બનાવવા માટે 60 હજાર જેટલા કોવિશિલ્ડ ના ડોઝ ઘરે ઘરે જઈને લગાવવાની કામગીરી કરવામાં આવી છે, જે લોકો કેટલાક કારણોસર વેકસીન નથી લગાવી શક્યા તેમને આજે ડોઝ લગાવવાનો સારો અવસર છે જેમાં લોકો આજે મોટા ભાગે પહેલો અને બીજો ડોઝ લેશે.

હાલમાં દક્ષિણ ગુજરાતને રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ મળ્યું છે, ત્યારે જિલ્લાના તમામ નેતાઓ અને સંગઠનમાં ખુશી વ્યાપી છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હતો તે કાર્યક્રમમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને તેમના સપનાની ઝડપી બુલેટ ટ્રેન દેશમાં દોડાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે પ્રથમ ફેઝમાં અમદાવાદ મુંબઈના રૂટનું કામ શરૂ છે ત્યારે આ પ્રોજેકટની પ્રતિકૃતિ સ્વરૂપે 10 ફૂટ લાંબી અને 72 માં જન્મ દિવસને સૂચિત કરવા માટે 72 કિલોની કેક રાજ્યકક્ષાના મંત્રી રાઘવજી પટેલ અને જિલ્લાના પ્રમુખ ભૂરાલાલ શાહ અને અન્ય હોદ્દેદારો દ્વારા કાપવામાં આવી હતી.

રાજ્યના મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા મુજબ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ને 20 દિવસ સુધી ઉજવવામાં આવશે અને વિવિધ વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ રસીકરણનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશભરમાં બપોરે 1:35 સુધી 1 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ તૂટી જાય.

દરરોજ રસીના 2 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક:
ભારતીય જનતા પાર્ટીએ એક ખાસ અભિયાન હેઠળ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં 2 કરોડ કોરોના રસી રસીકરણનું લક્ષ્ય નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારત સમગ્ર વિશ્વમાં રસીની સૌથી વધુ એક માત્રા ધરાવતો દેશ બની ગયો છે અને પુખ્ત વસ્તીના 62 ટકાથી વધુ લોકોને રસીની ઓછામાં ઓછી એક માત્રા આપવામાં આવી છે.

7 ઓક્ટોબર સુધી ચાલનારા 20 દિવસના મેગા ઇવેન્ટ દરમિયાન પાર્ટી વિશાળ સ્વચ્છતા અને રક્તદાન અભિયાન ચલાવશે. વડાપ્રધાનને તેમના પ્રયાસો માટે અભિનંદન આપવા માટે પાંચ કરોડ પોસ્ટકાર્ડ મોકલશે. ભાજપે એક નિવેદનમાં કહ્યું કે હોર્ડિંગ્સ દ્વારા “મફત અનાજ અને ગરીબો માટે રસીકરણ” માટે પીએમ મોદીનો આભાર માનવો એ પણ આ જ અભિયાનનો ભાગ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *