કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સિવિલમાં શરુ કરવામાં આવી અનોખી પહેલ, પૌષ્ટિક આહારની સાથે-સાથે જ મળશે…

એક્ટ ફાઉન્ડેશન દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “પ્રયાસ” નામની એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત કોરોના સંક્રમિત દર્દીઓને સવારે પૌષ્ટિક નાસ્તો, વાંચવા માટે…

એક્ટ ફાઉન્ડેશન દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “પ્રયાસ” નામની એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત કોરોના સંક્રમિત દર્દીઓને સવારે પૌષ્ટિક નાસ્તો, વાંચવા માટે પુસ્તકો તેમજ હકારાત્મક વાતાવરણ ઉભું કરવા માટે સંગીત વગાડવામાં આવે છે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોરોના સંક્રમિતને દર્દીઓને પ્રોત્સાહનરૂપી સકારાત્મક વાતાવરણ ઉભુ કરી તેમને જલ્દીથી સાજા કરવાનો છે. આ “પહેલ” પ્રોજેક્ટ હાલમાં સિવિલ હોસ્પિટલ સોલા અમદાવાદમાં કાર્યરત છે.

આ કપરા સમયમાં એકબીજાને મદદરૂપ થવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. આ વિચારો સાથે નવયુવાનો ના ગ્રુપે એક એવો પ્રયાસ કર્યો જેમાં સિવિલ હોસ્પિટલ, સોલા ખાતે કોરોના સંક્રમિત દર્દી માટે પ્રાથમિક જરૂરિયાતોને પહોંચાડી તેમજ સકારાત્મક વાતાવરણ બની રહે તે માટે પુસ્તકો અને સંગીતનો પણ આયોજન કર્યું છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને કપડાં પણ પૂરા પાડવામાં આવ્યા છે.

એક્ટ ફાઉન્ડેશન દ્વારા દરરોજ ૨૦૦ જેટલા દર્દીઓ તેમજ સ્ટાફને પૌષ્ટિક નાસ્તો, જ્યુસ, પાણીની બોટલ આપવામાં આવે છે. શરીર પર બેસીને નાસ્તો મળે તેની ખાતરી કરો કે સંસ્થાના કાર્યકરો દરરોજ જાતે જઈને નાસ્તો આપે છે.

“શરણમ ફાઉન્ડેશન” અને “વી વિલ હેલ્પ યુ ટ્રસ્ટ” દ્વારા પણ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. જે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી શકાય છે. ઉપરોક્ત તમામ કાર્યમાં સિવિલ હોસ્પિટલમાં ડો. પીનાબેન સોની, તેમજ ડોક્ટર પ્રદીપ પટેલ જરૂરી માર્ગદર્શન તેમજ તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *