માણસ છે કે હેવાન? 66 વર્ષના આ શખ્સે 78 છોકરીઓ સાથે કર્યા લગ્ન, જેમાં 24 જેટલી 12 થી 18 વર્ષની

એક માણસને 78 પત્ની (Wife)ઓ હતી. તેમની પત્નીઓની યાદીમાં 12 વર્ષ સુધીની છોકરીઓનો પણ સમાવેશ થાય છે. હવે તેના વિશે નેટફ્લિક્સ(Netflix) પર એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ…

એક માણસને 78 પત્ની (Wife)ઓ હતી. તેમની પત્નીઓની યાદીમાં 12 વર્ષ સુધીની છોકરીઓનો પણ સમાવેશ થાય છે. હવે તેના વિશે નેટફ્લિક્સ(Netflix) પર એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ થવાની છે. જેમાં તેના તમામ કાળા કારનામાનો ખુલાસો થશે.

આ વ્યક્તિનું નામ વોરેન જેફ્સ છે. હાલમાં, 66 વર્ષીય વોરેન બાળ જાતીય શોષણ માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે તેની પોતાની એક અલગ ખ્યાતી હતી. તેમના અનુયાયીઓ તેમને ‘પયગંબર’ અથવા ઈશ્વરના સંદેશવાહક માનતા હતા. તેણે ડઝનબંધ લગ્નો કર્યા એટલું જ નહીં, તેણે ઘણી છોકરીઓનું શોષણ પણ કર્યું.

મળતી માહિતી અનુસાર, 90ના દાયકામાં તેના 10,000 થી વધુ અનુયાયી હતા. તેઓ પોતાનો એક અલગ સંપ્રદાય ચલાવતા હતા. તેમના ફાર્મ હાઉસમાં લગભગ 500 બાળકો અને મહિલાઓ રહેતા હતા. આ દરમિયાન તેણે 12 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા. તેણે આ લગ્નને ‘આધ્યાત્મિક લગ્ન’ ગણાવ્યા.

ડઝનેક છોકરીઓનું શોષણ થયું:
વોરેને એક-બે નહીં પણ ડઝનેક છોકરીઓનું શોષણ કર્યું હતું. તેની પત્નીઓની યાદીમાં નાની બાળકીઓ પણ સામેલ હતી. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, વોરેનની લગભગ 78 પત્નીઓ હતી. જેમાંથી 24 પત્નીઓ માત્ર 17-18 વર્ષની ઉંમરે થઈ ગઈ હતી.

જો કે તેમની સત્તા લાંબો સમય ટકી શકી નહીં અને તમામ ફરિયાદો બાદ તેઓ અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈના રડાર પર આવ્યા. બાદમાં તેને મોસ્ટ વોન્ટેડની યાદીમાં મૂકવામાં આવ્યો હતો. તેની 2006માં ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષ પછી તેના ફાર્મ હાઉસ પર દરોડા પાડીને તમામ બાળકો/મહિલાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

વોરેનની જગ્યાએથી બહાર આવેલા ઘણા લોકોએ કહ્યું કે ત્યાં કોઈ આધુનિક સુવિધા નથી. ટીવી, ઈન્ટરનેટ, સંગીત વગેરે કંઈ નહોતું. ત્યાં ખૂબ જ વિચિત્ર વાતાવરણ હતું. લોકોને બહારની દુનિયાથી દૂર રાખવામાં આવ્યા હતા. વોરનનો દરેક પર નિયંત્રણ હતો. આટલું જ નહિ પરંતુ આ મહિલાઓને વધારે તૈયાર થવા દેતા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *