પાકિસ્તાનના પાંચ અજીબો-ગરીબ કાયદા કાનુન, જાણી આંખો પહોળી થઇ જશે આંખો

દુનિયા (world)ના દરેક દેશોમાં પોતાના ઘણા વિચિત્ર કાયદાઓ હોય છે જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં પણ ઘણા આવા વિચિત્ર કાયદા(Laws)…

દુનિયા (world)ના દરેક દેશોમાં પોતાના ઘણા વિચિત્ર કાયદાઓ હોય છે જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માં પણ ઘણા આવા વિચિત્ર કાયદા(Laws) છે. આ મામલામાં પાડોશી દેશ નંબર વન પર છે. આવા કાયદાઓને કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની ટીકા પણ થાય છે. થોડા મહિના પહેલા જ એક કાયદાની ઘણી ટીકા થઈ હતી.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક વિચિત્ર ખરડો પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આ બિલ પડોશી દેશ ઉપરાંત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. આ બિલમાં કહેવામાં આવ્યું હતું કે 18 વર્ષની ઉંમરે લોકોના લગ્ન ફરજિયાત કરવામાં આવે. આ સિવાય આ કાયદાનું પાલન ન કરનારાઓ માટે સજાની પણ જોગવાઈ છે. પાકિસ્તાની રાજકારણીઓ દલીલ કરે છે કે તે સામાજિક દુષણો અને બાળ બળાત્કારને રોકવામાં મદદ કરશે. આવા જ કેટલાક બીજા પણ વિચિત્ર કાયદાઓ છે. આવો જાણીએ….

પરવાનગી વિના ફોનને સ્પર્શ કરી શકાતો નથી:
પાકિસ્તાનમાં પરવાનગી વિના કોઈના ફોનને સ્પર્શ કરવો ગેરકાયદેસર માનવામાં આવે છે. જો ભૂલથી પણ કોઈ બીજાના ફોનને સ્પર્શ કરે તો સજાની જોગવાઈ છે. આવું કરનારને 6 મહિનાની જેલ થઈ શકે છે.

અંગ્રેજી અનુવાદ ગેરકાયદેસર છે:
પાકિસ્તાનમાં તમે અમુક શબ્દોનો અંગ્રેજીમાં અનુવાદ કરી શકતા નથી. આ શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવું ગેરકાયદેસર માનવામાં આવે છે. આ શબ્દો છે અલ્લાહ, મસ્જિદ, રસૂલ અથવા નબી. જો કોઈ તેનો અંગ્રેજીમાં અનુવાદ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

શિક્ષણ ફી પર ટેક્સ વસૂલવામાં આવે છે:
પાકિસ્તાનમાં અભ્યાસ માટે તમારે ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસ પાછળ 2 લાખથી વધુ ખર્ચ કરે છે, તો તેણે 5% ટેક્સ ચૂકવવો પડશે. કદાચ આ ડરને કારણે જ પાકિસ્તાનમાં લોકો ઓછો અભ્યાસ કરે છે.

છોકરી સાથે રહેતા હોય ત્યારે પગલાં લેવામાં આવે છે:
જો કોઈ છોકરો તેની ગર્લફ્રેન્ડ સાથે રહેતો પકડાય તો તેને જેલની સજા થાય છે. અહીં કોઈ પણ છોકરો કોઇપણ છોકરી સાથે મિત્રતા કરી શકતો નથી. પાડોશી દેશમાં એવો કાયદો છે કે છોકરો અને છોકરી લગ્ન પહેલા સાથે ન રહી શકે.

અહીં જવા પર પ્રતિબંધ છે:
પાકિસ્તાનનો કોઈપણ નાગરિક ઈઝરાયેલ જઈ શકે નહીં, કારણ કે ત્યાં કોઈને જવાની પરવાનગી નથી. ઈઝરાયેલ જવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા વિઝા આપવામાં આવતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *