બુધવારે ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા 106 લોકોને પ્રતિષ્ઠિત પદ્મશ્રી (Padmashri) સન્માનિત સાથે નવાજવાની જાહેરાત કરવામાં આવી હતી. અને તેમાં એવા ઘણા નામ સામે આવ્યા છે કે, જેનું નામ આપણે કયારે સાંભળ્યું પણ નથી અને તેઓ કોઈપણ પ્રકારની જાહેરાત વગર પોતાના કામમાં લાગેલા છે. એક નામ સામે આવ્યું છે, એ છે ડો. મુનીશ્વર ચંદર ડાવર… જેઓ સેનામાંથી નિવૃત્ત છે અને તેઓ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં રહે છે. તેમને પહેલથી ગરીબો માટે કઈક કરવું જ હતું. એટલા માટે જ તેઓએ નિવૃત થયા બાદ દવાખાની શરૂવાત કરી.
જબલપુરમાં રહેતા ડો. મુનીશ્વર ચંદર ડાવરે તેમની નિવૃત્તિ પછી તેમના ક્લિનિક નું નામ ‘ડાવર કી દવા’ રાખ્યું હતું, તે ક્લિનિકમાં માત્ર રૂ 20 માં લોકોને સારવાર આપવામાં આવે છે. તેઓની ફી માત્ર 2 રૂપિયા હતી, જે અત્યાર વધી ને 20 રૂપિયા થઈ ગઈ છે. જો કે, ત્યાં તેવી પણ છુટ છે ફી અંગે કે જેઓની પાસે પૈસા નથી, તેઓ પણ ફી ભર્યા વગર ફ્રી માં સારવાર કરાવી શકે છે.
પદ્મશ્રીથી સન્માનિત ડો. ડાવર સેનામાં પણ તેઓ મહત્વનું યોગદાન આપ્યું છે, સેવા દરમિયાન ઘણા આગળ રહ્યા હતા. વર્ષ 1971 માં થયેલું ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન તેઓ સરહદ પર જવાનોની સાથે ઉભા રહ્યા અને તેમની સારવાર કરતા હતા. જબલપુરના ‘ડાવર કી દવા’ નામના આ ક્લિનિકમાં લોકો દૂર-દૂરથી દર્દીઓ પોતાની સારવાર માટે આવે છે, અને તેના ક્લિનિકમાં હંમેશા ભીડ લાગેલી હોય છે. તે ઘણા વર્ષોથી ગરીબોની સૌથી ઓછા પૈસામાં સારવાર આપે છે. જાણવા મળ્યું છે કે, વર્ષ 2010માં ડો. ડાવરની ફી ખાલી 2.રૂ જ હતી.
ડો. ડાવર ફક્ત મફત સારવાર નથી આપતા પરંતુ તેઓ 78 વર્ષની ઉંમરે તેઓ વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવે છે.તેમના ક્લિનિકમાં સારવાર માટે આવતા લોકોને તમાકુ, બીડી, સિગારેટ અને આલ્કોહોલથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં આવા લોકોના ફોન પર તેઓ વ્યસનમુક્તિ અંગે વોલ પેપર પણ મુકાવડાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.