કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાને લઈને રાહતના સમાચાર આવ્યા છે. સરકારે મંજૂરી આપી દીધી છે પરંતુ તેના માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શર્સને બે મહિના રાહ જોવાની રહશે. ખાસ વાત તો એ છે કે, કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરની સેલરીમાં મોટો વધારો થવાનો છે.
નેશનલ કાઉન્સિલે જણાવ્યું છે કે, કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શર્સની મોંઘવારી રાહત વધારામાં થોડો સમય લાગશે. કેબિનેટ સેક્રેટરીની આગેવાનીમાં નાણા મંત્રાલયે DOPT સાથે બેઠક કરીને નક્કી કર્યુ છે કે, DA, DR સપ્ટેમ્બર, 2021માં અમલમાં આવશે.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને DA, DRની સપ્ટેમ્બરથી પુન:સ્થાપન બાદ કયા દર પર મળે છે. JCM સચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે, જાન્યુઆરી 2021 અને જુલાઇ 2021ના બંને મોંઘવારી ભથ્થાઓ (DA) ની જાહેરાત સપ્ટેમ્બર 2021માં કરવામાં આવશે. તેના માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને બે મહીનાની રાહ જોવી પડશે.
સાતમા વેતન આયોગના DA કેલ્ક્યુલેશન અનુસાર, જાન્યુઆરી 2021 થી બાકી DA ઓછાંમાં ઓછું 4 ટકા થઇ શકે છે. ત્યારબાદ જુલાઇ 2021નું DA 3 અથવા 4 ટકા થઇ શકે છે. એટલાં માટે જ્યારે DA, DR નું પુન:સ્થાપન થઇ જશે. તો વર્તમાન DA 17 ટકાથી ઉછળીને 31 ટકા અથવા તો 32 ટકા થઇ જશે. જાન્યુઆરી 2020 માં DA 4 ટકા વધ્યો હતો જ્યારે જૂનમાં મોંઘવારી ભથ્થું 3 ટકા વધ્યું હતું.
DAની ગણતરી જાન્યુઆરી 2020- 4 ટકા, જુન 2020- 3 ટકા, જાન્યુઆરી 2021- 4 ટકા, જૂન 2021- 3 કે 4 ટકા (અંદાજિત), સપ્ટેમ્બર બાદ કુલ DA = 17% + 4% + 3% + 4% + 3 OR 4%= 31% કે 32%
મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની વાત છે તો તે પણ સપ્ટેમ્બરમાં આપવામાં આવી શકે છે. સરકાર ઓગસ્ટ 2021નું એરિયર પણ સપ્ટેમ્બરની સેલરીમાં આપશે. એટલે કે, કેન્દ્રીય કર્મચારીઓની સપ્ટેમ્બરની સેલરીમાં ઘણો વધારો થશે. એટલે કે દિવાળી પહેલા જ કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં મોટી રકમ જમા થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.