Gujarat Weather: અમદાવાદ અને ગાંધીનગર સહિત તમામ મોટા શહેરોની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલ હીટવેવની અસર હજુ આગામી આગામી 2 થી 3 દિવસ ચાલવાની શકયતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે તાપમાનમાં(Gujarat Weather) 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તો તાપમાનમાં આગમી 2 દિવસમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે.
બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી જે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી હવે આગામી બે દિવસ રાજ્યમાં તાપમાનનું જોર એકાદ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. ત્યાર બાદ ત્રીજા દિવસથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે ગુજરાતવાસીઓને ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે.
રાજ્યના ક્યાં જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હજુ પણ આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, દીવમાં હીટવેવની અસર રહેશે. જ્યારે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને વડોદરા શહેરમાં હીટવેવની અસર રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, સાબરકાંઠા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, જામનગર, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે.
આટલી બધી ગરમી કેમ?
કારણ: ગ્રીન કવર 35% ઘટ્યું, 140% વધ્યો ACનો ઉપયોગ, હાઇરાઇઝથી હવાનો ફ્લૉ રોકાયો
હિટસ્ટ્રોકના કેસમાં આવ્યો ઉછાળો
ગરમીને કારણે અમદાવાદીઓના આરોગ્યને અસર થઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોક વોર્ડ દર્દીઓથી ઉભરાઇ રહ્યો છે. ગઈકાલે દર્દીઓની સંખ્યા વધતા તાત્કાલિક અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ હતી. રેડ અલર્ટને જોતાં લોકોમાં હિટસ્ટ્રોકની સમસ્યા વધી રહી છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોમાં હિટસ્ટ્રોકની અસર વધી છે. જેમાં સતત બે દિવસથી કેસમાં ઉછાળો આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App