Gandhinagar Ganesh Visarjan: ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન એક જ ગામના આઠ લોકો ડૂબી જતાં મોત નીપજ્યા હોવાનું એક કરૂણ ઘટના સામે આવી હતી. ત્યારે આજે સવારે સોગઠીના મોટા વાસ ખાતેથી એકસાથે આઠેયની (Gandhinagar Ganesh Visarjan) અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાય ગયો હતો. નાના એવા ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો સર્જાયા હતા.
શુક્રવારે દહેગામના વાસણા સોગઠી ગામે રહેતા લોકો મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન માટે ગયા હતાં. જ્યાં ન્હાવા પડેલા 9 પૈકીમાંથી 8 લોકો ડૂબી મિશ્વો નદીમાં ડૂબી ગયા હતાં. તરવૈયા દ્વારા આઠેય મૃતદેહને બહાર કાઢી દહેગામ અને રખીયાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોસ્ટોર્ટમ કરી મૃતદેહને પરિવાજનોને સોંપવામાં આવ્યાં હતાં.
શુક્રવારે બપોરે ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના મોત થતા ચૌહાણ અને સોલંકી પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વાસણા સોગઠીના મોટા ફળિયા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એકસાથે સાથે આઠ લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
એક પરિવારે બે દીકરા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારનો એકનો એક દીકરો અને એક બહેનના બે સગાભાઈ ગુમાવતા પરિવાર હૈયાફાટ રુદનથી વાતવારણમાં ગમગીની છવાઇ ગઇ હતી.
મૃતકોનાં નામ
જશપાલસિંહ દિલિપસિંહ ચૌહાણ (ઉવ. 23 વર્ષ), પૃથ્વીસિંહ દલપતસિંહ ચૌહાણ (ઉવ. 20 વર્ષ), ચિરાગકુમાર પ્રકાશસિંહ ચૌહાણ (ઉવ. 19 વર્ષ), વિજયસિંહ હાલુસિંહ સોલંકી (ઉવ. 30 વર્ષ) ,રાજકુમાર બચુસિંહ ચૌહાણ (ઉવ. 28 વર્ષ), સિદ્ધરાજ ભલસિંહ ચૌહાણ (ઉવ. 17 વર્ષ), યુવરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણ (ઉવ. 17 વર્ષ), ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ ચૌહાણ (ઉવ. 18 વર્ષ)
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App