જુઓ કેવીરીતે જ્વેલરી શોરૂમમાં ગણતરીની મીનીટોમાં લુંટી લીધા બે કરોડના દાગીના- CCTVમાં કેદ થઇ સમગ્ર ઘટના

બિહાર(Bihar): સિવાનના અર્ચના જ્વેલર્સ(Arch Jewelers)ના શોરૂમમાં આશરે 2 કરોડ (2 crore) રૂપિયાના દાગીના લૂંટવાની ઘટનામાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. સોમવારે થયેલી આ લૂંટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કેવી રીતે બદમાશોએ માત્ર 3 મિનિટમાં લૂંટ ચલાવી હતી. આ દરમિયાન બદમાશોએ ગોલ્ડ બિઝનેસમેન સુભાષ પ્રસાદ(Subhash Prasad)ના પગમાં પણ ગોળી મારી હતી. પોલીસે આ કેસમાં સંડોવાયેલા ચાર બદમાશોની ધરપકડ કરી છે.

તે જ સમયે, આ બનાવમાં સિવાન એસપી અભિનવ કુમારે જણાવ્યું હતું કે, આરોપી પાસેથી લુતેલા 5 કિલો 105 ગ્રામ સોનું, 7 દેશી બનાવટની પિસ્તોલ, 35 કારતુસ, એક બાઇક, 2 મોબાઇલ, દાગીના રાખવા વાળા 11 ડિસ્પ્લે બોક્સ અને ઓળખ છુપાવવા માટે લાગવામાં આવેલ સફેદ કુર્તું જપ્ત કરવામાં આવ્યું હતું.

અહીં, CCTV માં દેખાય છે કે, હથિયારોથી સજ્જ 8 નકાબધારી ગુનેગારો દુકાનમાં પ્રવેશ કરે છે. દુકાનનો એક કામદાર દરવાજો ખોલે છે. આમાં 6 ગુનેગારો દુકાનની અંદર પ્રવેશ કરે છે, જ્યારે 2 ગુનેગારો હથિયારો લઇ દુકાનની બહાર ઉભા રહે છે. તે જ સમયે, પિસ્તોલ જોઈને, દુકાનમાં હાજર તમામ લોકો હાથ ઊચા કરે છે.

આ પછી ગુનેગારો લૂંટની ઘટનાને અંજામ આપે છે. આ દરમિયાન એક ગુનેગાર પહેલા સોનાના વેપારી સુભાષ પ્રસાદને થપ્પડ મારે છે. તે પછી અન્ય એક ગુનેગાર તેને પગમાં ગોળી મારે છે. પછી લગભગ 2 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ પછી ગુનેગારો આરામથી છટકી જાય છે.

નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તેલ હુટા બજારમાં અર્ચના જ્વેલર્સના માલિક સુભાષ પ્રસાદ સોનીના પુત્ર રૂપેશ કુમારે જણાવ્યું હતું કે, ‘હથિયારોથી સજ્જ બદમાશો તેની જ્વેલરીની દુકાનમાં લૂંટને અંજામ આપવા માટે 4 બાઇક પર સવાર થઈને લગભગ 7-8 વ્યક્તિ આવ્યા હતા. જાણવા મળ્યું હતું કે, ભરાયેલા બજારમાં બદમાશોએ 3 મિનિટમાં દુકાન લૂંટી લીધી હતી.

તે જ સમયે, પગમાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા સુવર્ણ ઉદ્યોગપતિ સુભાષ પ્રસાદને સીવાન સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેને વધુ સારી સારવાર માટે સિવાનની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, આ કેસમાં સરન ડીઆઈજી રવિન્દ્ર કુમાર પોતે સ્થળ પર આવ્યા છે અને આ બાબતે પૂછપરછ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *